ગુજરાત

gujarat

નડિયાદમાં ઇમારત ધરાશાયી થતા 4ના મોત, 5 ઘાયલ

ખેડા: નડિયાદના પ્રગતિનગર ઍપાર્ટમેન્ટનો બ્લોક અચાનક ધરાશાયી થયો હતો. જેમાં અનેક લોકો દબાયા હતા. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી સ્થાનિકો સાથે બચાવ કામગીરી હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાને લઇને જિલ્લા કલેક્ટર તેમજ વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

By

Published : Aug 10, 2019, 12:39 PM IST

Published : Aug 10, 2019, 12:39 PM IST

Kheda wall collabs

નડિયાદના કપડવંજ રોડ પર આવેલા પ્રગતિનગરમાં ઍપાર્ટમેન્ટનો બ્લોક રાત્રીના સમયે અચાનક ધરાશાયી થયો હતો. બ્લોક ધરાશાયી થતા કાટમાળ નીચે અનેક લોકો દબાયા હતા. જેમાંથી 4 લોકોના મૃત્યુ અને 5 લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડ, પોલીસ તેમજ ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

નડિયાદમાં ઇમારત ધરાશાયી

ફાયર બ્રિગેડની ટીમ તેમજ સ્થાનિકો દ્વારા કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢી ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. મોડી રાત સુધી બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. ધરાશાયી એપાર્ટમેન્ટના બ્લોકની ઇમારત જૂની છે. જેનું વર્ષો પહેલા બાંધકામ થયેલું છે. શહેર સહીત જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે ઇમારત અચાનક ધરાશાયી થઇ હતી.

ABOUT THE AUTHOR

...view details