- ખેડા જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણમાં ચિંતાજનક રીતે વધારો
- વધી રહેલા કોરોના સંક્રમણની ગતિ અટકાવવા વિવિધ ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન
- ગામોમાં આરોગ્ય વિભાગ સક્રિય
ખેડાઃ જિલ્લામાં પ્રતિદિન વધતી સંખ્યામાં નવા કેસો સામે આવી રહ્યા છે. વધતા સંક્રમણને લઇ જિલ્લામાં વિવિધ ગામો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા જિલ્લાના નડિયાદ, કપડવંજ, ખેડા, ઠાસરા, માતર તેમજ મહુધા સહિતના વિવિધ તાલુકાઓના ગામોમાં લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃકોરોનાના કેસ વધતા સુરત જિલ્લો સ્વૈચ્છિક લોકડાઉન તરફ
તમામ બજારો-દુકાનો બંધ
દવા તેમજ આવશ્યક વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવામાં આવી રહી છે. ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનો અને વેપારીઓ સાથે બેઠક યોજી ગામમાં લોકડાઉનનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. આ સાથે ગામમાં બિનજરૂરી અવર-જવર બંધ કરવા તેમજ કોવિડ નિયમોનું પાલન કરવાનું જણાવવામાં આવ્યું છે.