નડિયાદના ભાનુ ભરવાડ અને તેના પુત્ર સહિતના લોકોએ ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર પર ગત ઓગસ્ટ માસમાં જમીન વિવાદના મામલે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્ય ઈજાગ્રસ્ત થયા હતા. જે હુમલાની ઘટના બાદ હુમલાનો વીડિયો સામે આવ્યો હતો. તાજેતરમાં હુમલાના તે વીડિયો સાથે બેકગ્રાઉન્ડમાં, ‘આ તો ખાલી ટ્રેલર છે ફિલ્મ હજુ બાકી છે.’ તેવી ધમકી સાથે ટીકટોક અને સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.
ઠાસરાના ધારાસભ્ય પર હુમલાનો ધમકીભર્યો વીડિયો વાયરલ, એસપીને કરાઇ રજૂઆત - Nadiad News
ખેડા: જિલ્લાના ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર ઉપર થયેલા હુમલાનો ધમકી સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં આ તો ખાલી ટ્રેલર છે, ફિલ્મ હજુ બાકી હોવાનું જણાવી ધમકી આપવામાં આવી છે. જેને લઇ ઠાસરાના તેમજ મહુધાના ધારાસભ્ય દ્વારા એસપીને રજૂઆત કરવામાં આવી હતી.
ખેડા
આ ઘટનાને લઇ ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર અને મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે નડિયાદ ખાતે પોલીસ અધિક્ષકની કચેરીએ જિલ્લા પોલીસ અધિક્ષકને મળી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. મહત્વનું છે કે, ગત ઓગસ્ટ માસમાં જમીન વિવાદના મામલે નડિયાદના ભાનુ ભરવાડ અને તેના પુત્ર સહિતના લોકોએ ધારાસભ્ય પર હુમલો કર્યો હતો. જે આરોપીઓ હાલ જેલ હવાલે છે.