ખેડાઃ જિલ્લામાં તેમજ રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને વડતાલ સંસ્થાન દ્વારા 17 જૂનથી વડતાલ સ્વામિનારાયણ મંદિર તેમજ તાબાના મંદિરો જાહેર દર્શન માટે નહીં ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અગાઉ વડતાલ મંદિર તા.17 જૂનથી જાહેર દર્શન માટે ખોલવાની સંસ્થા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ કોરોનાના સંક્રમણને અનુલક્ષીને અગાઉનો આ નિર્ણય મુલત્વી રાખવામાં આવ્યો છે.
વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા ભક્તોએ રાહ જોવી પડશે - વડતાલ સ્વામિનારાયણ મંદિર
સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ મંદિર આવતીકાલ એટલે કે, 17 જૂનથી જાહેર દર્શન માટે ખોલવાનો નિર્ણય હાલમાં મુલતવી રાખવામાં આવ્યો છે. કોરોનાના વધતા સંક્રમણને પગલે 17 જૂનથી મંદિર જાહેર દર્શન માટે ખોલવામાં આવશે નહીં.
વડતાલ સ્વામીનારાયણ મંદિર
પરિસ્થિતિની સમીક્ષા બાદ જ સરકારી સૂચના અને માર્ગદર્શિકા અનુસાર વડતાલ મંદિર દર્શન માટે ખુલ્લુ મૂકાશે. વડતાલ સંસ્થાન દ્વારા મંદિર ખોલવાના નિર્ણય અંગે 25 જૂન સુધી માહિતી આપવામાં આવશે. જેને પગલે ભાવિકોએ દર્શન માટે હજુ એક સપ્તાહ સુધી રાહ જોવી પડશે.