લોકસભાની ચૂંટણીને લઈને જીલ્લામાં દારૂની પ્રવૃત્તિમાં સંકળાયેલા રીઢા ગુનેગારો વિરૂદ્ધ પોલીસ દ્વારા અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. જે મુજબ ખેડા જીલ્લામાં દારૂના ગુનાઓમાં સંડોવાયેલા હરિયાણાના બહાદુરગઢ તાલુકાના દહકોરા ગામના કુલયસ જાટ અને નીરજ જાટની ખેડા LCB દ્વારા પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. જેમાં કુલયસ જાટને પાસા હેઠળ જીલ્લા જેલ પાલનપુર ખાતે તેમજ નીરજ જાટને પાસા હેઠળ જીલ્લા જેલ ભુજ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
ખેડામાં બે બુટલેગરોની પાસા હેઠળ અટકાયત - candidate
ખેડા: જીલ્લાના વિદેશી દારૂના ગુનાઓમાં સંડોવાયેલા બે પરપ્રાંતીય બુટલેગરોની પાસા હેઠળ અટકાયત કરી ખેડા LCB દ્વારા પાલનપુર તેમજ ભુજ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.
સ્પોટ ફોટો
મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીને લઈને જીલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે પોલીસ દ્વારા વિવિધ કામગીરી હાથ ધરાઈ રહી છે. જેમાં વધુ બે બુટલેગરોને પાસા હેઠળ જેલમાં મોકલાયા છે.