નડિયાદ ડિવિઝન સ્ક્વોડ તેમજ ટાઉન પોલીસની ટીમ નડિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ડાકોર નડિયાદ રોડ સલુણ તરફથી એક સફેદ કલરની મારૂતિ સ્વીફ્ટ ડિઝાયર કાર નડિયાદ તરફ આવી રહી છે. જે બાતમીને આધારે પોલીસ ટીમ બ્રહ્મર્ષિ આશ્રમ નજીક વોચમાં હતી. આ દરમિયાન સ્વીફ્ટ કાર આવતા તેને રોકી તપાસ કરતા કારમાંથી રૂ. 1.38 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેને લઇ પોલીસ દ્વારા કારમાં રહેલા બંને ઈસમો આણંદનો રહેવાસી વસીમ મન્સૂરી અને સલુણનો રહેવાસી નિમેષ પટેલને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા વિદેશી દારૂ, રોકડ, બે મોબાઈલ તેમજ કાર સહિતના કુલ રૂ. 5,43,940 નો મુદ્દામાલ ઝડપી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વિદેશી દારૂ સહિત 5.43 લાખના મુદ્દામાલ સાથે બે ઈસમો ઝડપાયા - kheda news today
ખેડાઃ નડિયાદ બ્રહ્મર્ષિ આશ્રમ નજીકથી કારમાં લઇ જવાતા રૂ 1.38 લાખના વિદેશી દારૂ સાથે બે ઈસમોને નડિયાદ ડિવિઝન સ્ક્વોડ અને ટાઉન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કુલ રૂ 5.43 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.
વિદેશી દારૂ
મહત્વનું છે કે જીલ્લાભરમાં વિવિધ વાહનોમાં વિદેશી દારૂની બેરોકટોક હેરફેર કરવાના અનેક કેસ સામે આવી રહ્યા છે. ત્યારે પોલીસને દારૂની હેરફેર કરતા બે ઈસમોને ઝડપી પાડવામાં સફળતા મળી છે.