ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 3 ફરિયાદો નોંધાઈ - Nadiad

ખેડા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ત્રણ ફરિયાદો નોંધાઈ છે. જેમાં નડિયાદ, કપડવંજ તાલુકાના રમોસડી તેમજ ખેડા તાલુકાના ડામરી ગામની ગેરકાયદેસર જમીન પચાવી પાડી કબ્જો જમાવનારા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યા છે.

ખેડામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 3 ફરિયાદો નોંધાઈ
ખેડામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 3 ફરિયાદો નોંધાઈ

By

Published : Feb 12, 2021, 10:48 PM IST

  • જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ત્રણ ફરિયાદો નોંધાઈ
  • નડીયાદ તેમજ કપડવંજ અને ખેડા તાલુકામાં ગેરકાયદેસર જમીન પચાવી પાડતા ફરિયાદ
  • સિંચાઈ વિભાગની સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો

ખેડાઃ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ત્રણ ફરિયાદો નોંધાઈ છે. જેમાં નડિયાદ, કપડવંજ તાલુકાના રમોસડી તેમજ ખેડા તાલુકાના ડામરી ગામની ગેરકાયદેસર જમીન પચાવી પાડી કબજો જમાવનારા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યા છે.

ગેરકાયદેસર જમીન પચાવી પાડનારા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં મિશન રોડ પર રેલવે ફાટક નજીક બધિર વિદ્યાલયની સામે રોટરી ક્લબ સમાજસેવા અને સંશોધન ટ્રસ્ટની જમીન આવેલી છે. આ જમીન પર ખુલ્લી જગ્યામાં મહેન્દ્ર ભાઈ બાબુભાઈ વાઘેલા સહિતના ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવાના હેતુસર પતરાના પાકા મકાનો બનાવી દેવામાં આવ્યા હતા. જેને લઇ ટ્રસ્ટના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોએ જમીન પર ગેરકાયદે કબજો છોડવા માટે જાણ કરી હતી. જો કે, તેઓએ જગ્યા ખાલી ન કરતા ખેડા જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરાઈ હતી. જેમાં પુરાવાની ચકાસણી કર્યા બાદ લેન્ડ ગ્રેબિંગ સમિતિ દ્વારા ગેરકાયદેસર કબજે કર્યો હોવાનું ઠરાવી પોલીસ ફરિયાદ આપવા હુકમ કર્યો હતો. જ્યારે અન્ય એક ફરિયાદમાં કપડવંજ તાલુકાના રમોસડી ગામની સીમમાં આવેલા 80 વીઘા જમીન ગામના હરિભાઈ પરસોતમભાઈ પટેલ પાસેથી મહેસાણામાં રહેતા રોનકભાઈ રામાભાઈ પટેલે બે વર્ષ અગાઉ અમદાવાદના વિષ્ણુભાઈ અમથીભાઈ દેસાઈ, વિરમભાઇ અમથાભાઈ દેસાઇ અને સુરેશભાઈ અમૃતભાઈ રબારીની સહભાગીદારીથી ખરીદી હતી. જમીન વેચાણ દસ્તાવેજ થયા બાદ ગામના નમુના નંબર 7/12 અને 8માં પણ ચારેય જણાના નામ સરકારી રેકોર્ડ પર ચઢી ગયા હતા. જોકે આ જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી બેઠેલા ચીનુભાઈ ડાહ્યાભાઈ પરમાર સહિતના અગ્રાજીના મુવાડા કપડવંજ ગામના ઈસમોએ આસિસ્ટન્ટ કલેક્ટર કપડવંજની કોર્ટમાં અપીલ કરી હતી. જો કે, તે નામંજૂર થઈ હતી.

કોર્ટમાં મુકેલી અરજી પણ નામંજૂર થઈ

તેઓએ ખેડા જિલ્લા કલેક્ટરની કોર્ટમાં મુકેલી અરજી પણ નામંજૂર થઈ હતી. જે બાદ કપડવંજ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જે હાલ પેન્ડીંગ છે. દરમિયાન રોનકભાઇ અને તેમના ભાગીદાર સિક્યોરીટી સાથે પોતે ખરીદેલી જમીન પર તાર ફેન્સીંગ કરવા માટે ગયા હતા, ત્યારે કબજેદારોએ હુમલો કરી મારામારી કરી હતી. જેથી જમીન ખરીદનારા રોનકભાઈ પટેલે આ બાબતે ખેડા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત આપી હતી. જેમાં જમીન પચાવી પાડનારા 14 માથાભારે ઈસમો વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માગ કરી હતી. જેમાં જમીન ખરીદનારા ચારેય ભાગીદારો સામે ખોટો દાવો કર્યો હોવાનું તેમજ જમીન પચાવી પાડવાના હેતુસર ગેરકાયદે કબજો કર્યો હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈ જમીન પચાવી પાડનારા 14 ઈસમો વિરુદ્ધ કપડવંજ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સિંચાઈ વિભાગની સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો

અન્ય એક કેસમાં ખેડા તાલુકાના ડામરી ગામની સીમમાં મેશ્વો સિંચાઇ પેટા વિભાગ બારેજાની સર્વે બ્લોક નંબર 243 તથા સર્વે બ્લોક નંબર 246 વાળી જમીન આવેલી છે. જે વર્ષો અગાઉ સરકારી જમીન એક વર્ષ માટે ડામરી ગામના વિહાભાઈ ભરવાડને વાવણી કરવા માટે આપવામાં આવી હતી. વર્ષ 2015-16 થી હરાજી બંધ કરવામાં આવી હોવા છતાં વિહાભાઈ ભરવાડે સિંચાઈ વિભાગની સરકારી જમીન પરનો કબજો છોડ્યો ન હતો. જે બાદ તેમનો પુત્રો કાળુભાઈ અને વિરમભાઈ ભરવાડે આ જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી લીધો હતો. સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા અવાર નવાર નોટિસ મોકલવા છતાં તેઓ જમીન ખાલી કરતા ન હતા. જેથી પોલીસ પ્રોટેક્શન સાથે સિંચાઈ વિભાગના અધિકારીઓ તે જમીન પર કબજો હટાવવા માટે તારીખ 18-2-2020 ના રોજ ગયા હતા. તે વખતે બંનેએ જમીન ખાલી કરવાની મૌખિક ખાતરી આપતા સિંચાઇ વિભાગના અધિકારીઓ પરત ફર્યા હતા. સરકારી જમીન પરનો કબજો ખાલી કરવાને બદલે બન્ને ભાઈઓએ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જેમાં મેશ્વો સિંચાઇ પેટા વિભાગ બારેજા નાયબ કાર્યપાલક ઇજનેર ખેડા જિલ્લા કલેક્ટરમાં અરજી આપી સરકારી જમીન પચાવી પાડનારા બંને ભાઈઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરવા માગ કરી હતી. જે દસ્તાવેજોની ચકાસણી બાદ લેન્ડ ગ્રેબિંગ સમિતિ દ્વારા બન્ને ભાઈઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા હુકમ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details