ખેડા- ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક ( Chief whip of Assembly )અને નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈને (Nadiyad MLA Pankajbhai Desai) ફોન પર ધમકી આપનાર (Threatened Chief whip of Assembly ) ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ પાસપોર્ટ માટે અરજી કરી હોઈ પાસપોર્ટની કામગીરી ઝડપથી કરાવવા માટે ધમકી (threatened to take out the Zulus with an AK 47) આપતો હતો. આણંદના વસીમ ઈલિયાસભાઈ વોરાને નડિયાદ ટાઉન પોલિસની સર્વેલન્સ સ્ક્વોડ (Surveillance Squad of Nadiad Town Police) દ્વારા ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ખોટી ભલામણ કરવા બાબતે ના પાડી હોઈ ધમકી આપી આ પણ વાંચોઃ ભાજપના મેયર પદના ઉમેદવાર પ્રહલાદ પટેલનો મતદારોને ધમકી આપતો વીડિયો થયો વાયરલ
AK 47 લઈ ઝુલૂસ કાઢવાની આપી હતી ધમકી - આરોપી (Threatened Chief whip of Assembly ) વસીમ વોરા દ્વારા 7 જુલાઈના રોજ ફોન કરી વિધાનસભાના મુખ્ય દંડકને પોતાના પાસપોર્ટની કામગીરી ઝડપથી કરાવવા જણાવ્યું હતું. જેને લઈ ખોટી ભલામણ કરવા બાબતે ના પાડી હોઈ તેણે અમદાવાદ જુહાપુરામાંથી માણસો બોલાવી એકે 47 લઈ નડિયાદ શહેરમાં ઝુલૂસ કાઢીશું તેવું કહી ધમકી (threatened to take out the Zulus with an AK 47) આપી હતી.
આ પણ વાંચોઃ "હું સી.આર.પાટીલ બોલું છું" કર્મચારીની બદલી કરવા ભલામણ કરતો આરોપી પોલીસ પાસે
આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરાઈ -વસીમને (Threatened Chief whip of Assembly )આફ્રિકા જવાનું હોવાથી નવા પાસપોર્ટ માટે અરજી(Application for a new passport) કરી હતી. દરમિયાન અમદાવાદ પાસપોર્ટ ઓફિસ ખાતે અરજી પેન્ડિંગ હતી. તેથી ગૂગલ પરથી નંબર શોધી પાસપોર્ટની કામગીરી ઝડપથી કરાવવા મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈને (Nadiyad MLA Pankajbhai Desai) ફોન કર્યો હતો. જે મામલે પોલિસ ફરિયાદ નોંધાવતા નડિયાદ ટાઉન પોલીસે (Surveillance Squad of Nadiad Town Police) વસીમ વોરાની ધરપકડ (Wasim Vora arrested ) કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.