ગુજરાત

gujarat

By

Published : Jun 16, 2021, 10:57 PM IST

ETV Bharat / state

ખેડાના ખલાડીમાં તસ્કરો ત્રાટક્યા, સોના-ચાંદીના ઘરેણાં તેમજ રોકડ ચોરી ફરાર

ખેડા જિલ્લામાં શહેરી વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ તસ્કરો બેફામ બન્યા છે. મહુધા તાલુકાના ખલાડી ગામે ખેડૂતના ઘરે ત્રાટકેલા તસ્કરો સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત લાખોનો મુદ્દામાલ ચોરી ફરાર થઈ ગયા હતા. આ ઘટના મામલે મહુધા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Kheda Local News
Kheda Local News

  • ખેડૂત પરિવાર ધાબે નિંદર માણી રહ્યો હતો તે દરમિયાન થઈ ચોરી
  • મકાનના પાછળની બારીની જાળી તોડી ઘરમાં પ્રવેશ્યા
  • રૂપિયા 2,60,000ના મુદ્દામાલની ચોરી

ખેડા : મહુધા તાલુકાના ખલાડી ગામે ગત રાત્રે તસ્કર ટોળકી ત્રાટકી હતી. ખેડૂત પરિવાર મકાનના ધાબે નીંદર માણી રહ્યો હતો. તે દરમિયાન તસ્કરો બિન્દાસ લાખોનો મુદ્દામાલ ચોરી કરી અંધકારમાં ફરાર થઈ ગયા હતા.

ખેડાના ખલાડીમાં તસ્કરો ત્રાટક્યા

મકાનના પાછળની બારીની જાળી તોડી ઘરમાં પ્રવેશ્યા

ખેડૂત પરિવાર મકાનના ધાબે નીંદર માણી રહ્યો હતો. તે સમયે તસ્કરો વાડામાંથી મકાનની પાછળના ભાગે આવેલી બારી નીચે ખાટલો મૂકી બારી પર ચડ્યા હતા. બારીની લોખંડની જાળી તોડી મકાનમાં પ્રવેશ્યા હતા.

ખલાડીમાં તસ્કરો ત્રાટક્યા

આ પણ વાંચો :આપના કાર્યક્રમમાં પર્સ ચોરીમાં પોલીસે વડોદરાના વૃદ્ધની કરી ધરપકડ

રૂપિયા 2,60,000ના મુદ્દામાલની ચોરી

તસ્કરોએ મકાનના રૂમમાં રહેલી ત્રણ તિજોરીઓ તોડી હતી. જેમાંથી તસ્કરો સોના-ચાંદીના દાગીના, 500 ડોલર તેમજ રોકડ રકમ સહિત ના રૂપિયા 2,60,150ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

ખલાડીમાં તસ્કરો ત્રાટક્યા

આ પણ વાંચો : સુરતના વરાછા વિસ્તારમાંથી 50 હજારના હીરાની થઇ ચોરી

મહુધા પોલીસે હાથ ધરી તપાસ

આ ઘટના અંગે જાણ કરતા PI એન.જી.ગોસાઈ સહિત મહુધા પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે અજાણ્યા ચોર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે, જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો બેફામ બન્યા છે. ઘરફોડ સહિત પશુઓની પણ ચોરી કરવાની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે.

ખલાડીમાં તસ્કરો ત્રાટક્યા

ABOUT THE AUTHOR

...view details