ડાકોર બસ સ્ટેશનમાં છેલ્લા બે દિવસથી ઇજા પામેલી ગાય દર્દથી કણસી રહી છે. જેને લઇ ગઈકાલે નગરપાલિકાને તે બાબતે જાણ કરવામાં આવી હતી. તેમ છતાં નગરપાલિકા દ્વારા કોઈ પગલાં ન લેવાતા એક વિદ્યાર્થીની તેમજ એક સ્થાનિક વ્યક્તિ દ્વારા ડાકોર બસ સ્ટેશનમાં ભૂખ હડતાલ શરૂ કરવામાં આવી છે. તેમજ ગાયને યોગ્ય સારવાર આપવામાં આવે તેમ માગ કરી છે. તેમજ જ્યાં સુધી ગાય માતાને યોગ્ય ન્યાય ન મળે ત્યાં સુધી વિદ્યાર્થીની દ્વારા ભૂખ હડતાલ ચાલુ રાખવામાં આવશે.
ડાકોરમાં ગાયને ન્યાય માટે વિદ્યાર્થીનીએ ભૂખ હડતાલ કરી
ખેડા: જીલ્લાના સુપ્રસિદ્ધ શ્રીકૃષ્ણ યાત્રાધામ ડાકોરમાં દર્દથી કણસતી ગાયની દયનિય હાલતથી વ્યથિત થઇ એક વિદ્યાર્થીની દ્વારા બસ સ્ટેશનમાં આંદોલન આદરવામાં આવ્યું હતું. ગાયને યોગ્ય ન્યાય મળે તે માટે નગરપાલિકા સામે માગ કરી છે. તેમજ બીમાર ગાયને સારવાર આપી ન્યાય ન મળે ત્યાં સુધી વિદ્યાર્થીની દ્વારા ભૂખ હડતાલ ચાલુ રાખવામાં આવશે.
ડાકોરમાં ગાયને ન્યાય માટે વિદ્યાર્થીનીએ ભૂખ હડતાલ કરી
મહત્વનું છે કે, યાત્રાધામ ડાકોરમાં જાહેર માર્ગો પર ગાયો ફરતી જોવા મળવી સામાન્ય છે. જો કે આ ગાયો દ્વારા વ્યક્તિઓને ઈજાઓ પહોંચાડવાના તેમજ વાહનોની અડફેટે ગાયોને ઈજાઓ પહોંચવાના બનાવો બનતા રહે છે. તેમ છતાં નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી.