ગુજરાત

gujarat

ETV Bharat / state

નડિયાદ પાસે મહી કેનાલમાં ગાબડું, ખેતરો અને ગામમાં પાણી ફરી વળ્યાં - Mahi Canal

નડિયાદના આખડોલ ગામ નજીકથી પસાર થતી મહી કેનાલમાં મોટુ ગાબડું પડ્યું હતું. કેનાલનું ધસમસતું પાણી આખડોલના ખેતરમાં અને ગામમાં ફરી વળ્યું હતું. ગામમાં કેનાલના પાણી ફરી વળતા ગામમાં પૂરની પરિસ્થિતિ ઉભી થવા પામી હતી.

નડિયાદ પાસે મહી કેનાલમાં ગાબડું પડ્યું, ખેતરો અને ગામમાં પાણી ફરી વળ્યાં
નડિયાદ પાસે મહી કેનાલમાં ગાબડું પડ્યું, ખેતરો અને ગામમાં પાણી ફરી વળ્યાં

By

Published : Aug 6, 2020, 8:47 PM IST

નડિયાદઃ નડિયાદના આખડોલ ગામ પાસેથી પસાર થતી મહી કેનાલમાં ગઇરાત્રે નાનું ગાબડું પડ્યું હતું. જેને સિંચાઇ વિભાગ દ્વારા માત્ર રેતીની બોરીઓ મૂકી ગાબડું પુરવાની કામગીરી પૂરી કરવામાં આવી હતી. જે બાદ આજે ગુરુવારની બપોરે આ ગાબડું મોટું થયું હતું. લગભગ 30 ફૂટ જેટલું ગાબડું પડી જવા પામ્યું હતું. જેને લઈ કેનાલના પાણી આખા ગામમાં અને ખેતરમાં ફરી વળ્યાં હતાં.

નડિયાદ પાસે મહી કેનાલમાં ગાબડું પડ્યું, ખેતરો અને ગામમાં પાણી ફરી વળ્યાં

ઘટનાની જાણ થતાં સિંચાઇ વિભાગના અધિકારીઓ મોડે મોડે કેનાલ પર પહોંચ્યાં હતાં અને માટી તેમ જ રેતીની બોરીઓ નાખી કામચલાઉ ગાબડું પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે કેનાલમાં પાણીનું લેવલ ઓછું કરવામાં આવ્યું છે. જો કે, કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હોવાથી કેનાલ બે કાંઠે હોઈ ગાબડું પડવાને પગલે ગામમાં પાણીપાણી થઈ જવા પામ્યું હતું. વગર વરસાદે કૃત્રિમ પૂરની પરિસ્થિતિ ઊભી થવા પામી છે. જેને લઈ ગ્રામજનો દ્વારા સિંચાઈ વિભાગની કામગીરી અંગે અસંતોષની લાગણી વ્યક્ત કરાઈ હતી.

નડિયાદ પાસે મહી કેનાલમાં ગાબડું પડ્યું, ખેતરો અને ગામમાં પાણી ફરી વળ્યાં

ABOUT THE AUTHOR

...view details