ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડામાં શિક્ષક દ્વારા ગાંધીજીની વિશાળ રંગોળી બનાવી મહામારીને દેશમાંથી બહાર કાઢવાનો સંદેશ આપ્યો - the teacher made a huge rangoli of Gandhiji In Kheda

સત્ય અને અહિંસાના ઉપાસક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની શુક્રવારના રોજ દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધી જયંતિ નિમિત્તે નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા ગાંધીજીની વિશાળ રંગોળી બનાવી ભાવાંજલિ આપવામાં આવી છે. સાથે જ ગાંધીજીને માસ્ક પહેરેલા દર્શાવી કોરોના મહામારીથી બચવાના ઉપાયો દર્શાવાયા છે.

ખેડામાં શિક્ષક દ્વારા ગાંધીજીની વિશાળ રંગોળી બનાવી મહામારીને દેશમાંથી બહાર કાઢવાનો સંદેશ આપ્યો
ખેડામાં શિક્ષક દ્વારા ગાંધીજીની વિશાળ રંગોળી બનાવી મહામારીને દેશમાંથી બહાર કાઢવાનો સંદેશ આપ્યો

By

Published : Oct 2, 2020, 10:40 PM IST

ખેડાઃ જિલ્લાના નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાના શિક્ષક હિતેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા શાળાના વર્ગખંડમાં ગાંધી જયંતી નિમિત્તે વિશાળ રંગોળી બનાવવામાં આવી છે. રંગોળીના માધ્યમથી અનોખી રીતે ગાંધી જીને ભાવાંજલિ આપવામાં આવી છે.

ખેડામાં શિક્ષક દ્વારા ગાંધીજીની વિશાળ રંગોળી બનાવી મહામારીને દેશમાંથી બહાર કાઢવાનો સંદેશ આપ્યો

દસ કલાકની મહેનત બાદ શાળાના વર્ગખંડમાં 101 ચોરસ મીટરની આ વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે. સાથે જ રંગોળીના માધ્યમથી કોરોનાથી બચવાના ઉપાયો પણ સૂચવ્યા છે. જેમાં ગાંધીજીને માસ્ક પહેરેલા દર્શાવાયા છે. સાથે જ આ વિશાળ રંગોળીમાં યોગાસન કરવા, રોગ પ્રતિરોધક ઉકાળો પીવો, વારંવાર હાથ ધોવા, સોશિયલ ડિસ્ટનસ જાળવવું તેમજ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ જેવા કોરોનાથી બચવાના ઉપાયો સુચવાયા છે.

ખેડામાં શિક્ષક દ્વારા ગાંધીજીની વિશાળ રંગોળી બનાવી મહામારીને દેશમાંથી બહાર કાઢવાનો સંદેશ આપ્યો

મહામારીને કારણે હાલ શાળાઓ તો બંધ છે. પરંતુ ગાંધી જયંતિ નિમિત્તે બનાવેલ આ વિશાળ રંગોળી જોવા બાળકો સહિત ગ્રામજનો શાળાએ આવી રહ્યા છે. રંગોળી નિહાળી ગાંધીજીને યાદ કરી મહામારી સામે લડવાની પ્રેરણા મેળવી રહ્યા છે.

ખેડામાં શિક્ષક દ્વારા ગાંધીજીની વિશાળ રંગોળી બનાવી મહામારીને દેશમાંથી બહાર કાઢવાનો સંદેશ આપ્યો

મહત્વનું છે કે રંગોળીમાં ગાંધીજી માસ્ક પહેરેલા જોવા મળી રહ્યા છે. ત્યારે ગાંધીજીએ સત્ય અને અહિંસાના હથિયારથી લડત ચલાવી અંગ્રેજોને દેશ બહાર કર્યા હતા. તેમ માસ્કના હથિયારથી મહામારી કોરોનાને દેશ બહાર કરવાનો સંદેશ રંગોળીના માધ્યમથી આપવામાં આવ્યો છે. માસ્ક પહેરીને ગાંધીજી જાણે કોરોનાને દેશ બહાર કરવાનું દેશવાસીઓને જણાવી રહ્યા છે તેવું લાગી રહ્યું હતું.

ખેડામાં શિક્ષક દ્વારા ગાંધીજીની વિશાળ રંગોળી બનાવી મહામારીને દેશમાંથી બહાર કાઢવાનો સંદેશ આપ્યો

ABOUT THE AUTHOR

...view details