ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનમાં છૂટછાટ વચ્ચે યાત્રાધામો સૂમસામ - લોકડાઉન ઈન ખેડા

લોકડાઉન 4માં સરકાર દ્વારા આપવામાં આવેલી વિવિધ છૂટછાટોને લઈને લોકોમાં હળવાશ અનુભવાઈ રહી છે. તો વેપારી આલમમાં પણ છૂટછાટને પગલે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે યાત્રાધામના વ્યાપારીઓનું માનવું છે કે, તેમની પરિસ્થિતિમાં સુધારાના કોઈ અણસાર જણાતા નથી. જ્યાં સુધી યાત્રાધામ દર્શન માટે પ્રતિબંધિત રહેશે ત્યાં સુધી વેપારીઓ માટે સરકાર દ્વારા આપવામાં આવનારી છૂટછાટનો કોઈ મતલબ રહેવાનો નથી. અમારા માટે તો જાણે મંદીનો માહોલ જ છે.

lockdown
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર

By

Published : May 21, 2020, 12:53 PM IST

ખેડાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની વાત કરવામાં આવે તો અહીના મોટાભાગના વેપાર ધંધા મંદિર પર આધારિત છે. ત્યારે હાલ આપવામાં આવેલી છુટમાં પણ સમગ્ર ડાકોરમાં લોકડાઉનનો જ માહોલ જોવા મળી રહ્યો છે. લોકડાઉન હળવું કરતા અન્ય સ્થળોએ જે ચહલપહલ જોવા મળી રહી છે. પણ અહીં તો હજુ સન્નાટો જોવા મળી રહ્યો છે. બજારોમાં સર્વત્ર સુનકાર ભાસી રહ્યો છે. દુકાનો તો ખુલ્લી છે પણ ગ્રાહકોની કોઈ અવરજવર દેખાતી નથી. વેપારીઓ ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે.

લોકડાઉનમાં છુટછાટ વચ્ચે યાત્રાધામોમાં સુમકાર

ડાકોરમાં મોટાભાગના વેપાર ધંધા મંદિર આધારિત હોઈ બજારોમાં વેપારીઓમાં ઉદાસિન જોવા મળી રહ્યા છે. ધંધા મંદિર આધારિત હોઈ પૂજન સામગ્રીની દુકાનો, પ્રસાદની દુકાનો, કંઠીમાળા સહિતની દુકાનો ધરાવતા વેપારીઓનું માનવું છે કે, મંદિર ખુલે અને યાત્રાળુઓ શરૂ થાય તો જ તેમની પરિસ્થિતિમાં સુધારો થાય તેમ છે. મંદિર બંધ છે ત્યાં સુધી છુટછાટનો તેમના માટે કોઈ મતલબ જણાતો નથી.

છુટછાટ છતાં હાલ તો યાત્રાધામમાં ચુસ્ત લોકડાઉન હોય તેમ જણાઈ રહ્યું છે. એક સમયે ભીડથી ઉભરાતા બજારોમાં સન્નટો છવાયો છે. ત્યારે હાલ તો આ વેપારીઓ મંદિર ખુલવાની રાહ જોઈ રહ્યા છે. વહેલી તકે મંદિર ખુલે તે માટે રાજા રણછોડ અને સરકારને વિનવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details