- નવી "ગુજરાત સોલર પાવર પોલીસી 2021"ની જાહેરાત કરતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી
- નગરપાલિકાના રૂપિયા 105.96 લાખના સોલાર પ્રોજેક્ટના કામોનું ઇ-ખાતમુહૂર્ત કર્યું
- નડીયાદ નગરપાલિકા સોલાર પ્લાન્ટ થકી વર્ષે રૂપિયા 25 લાખની બચત કરશે: સાંસદ દેવુંસિંહ ચૌહાણ
નડીયાદઃ ગુજરાત રાજયની 22 નગરપાલિકાઓમાં સોલાર સિસ્ટમ પ્રોજેક્ટ અમલમાં મુકવાનું નક્કી થયું છે. જેમાં નડીયાદ નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સ્વર્ણિમ જયંતિ મુખ્ય પ્રધાન શહેરી વિકાસ યોજના અંતર્ગત નડીયાદ નગરપાલિકા ખાતે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટને સ્વયંસંચાલિત બનાવવા તથા નગરપાલિકાનું વીજ ભારણ ઓછું કરવા 187 કિલોવોટના અંદાજિત રૂપિયા 105.96 લાખના સોલાર પ્રોજેક્ટના કામોનું ઇ-ખાતમુહૂર્ત ગુજરાત રાજયના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્યું હતું.
નડીયાદ નગરપાલિકાના સોલાર પ્રોજેક્ટનું મુખ્ય પ્રધાન દ્વારા ઈ-ખાતમુહૂર્ત કરાયું મુખ્ય પ્રધાને સોલાર પ્રોજેકેટનું ઇ-ખાતમુહૂર્ત કર્યું
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં રિન્યુએબલ એનર્જીના વિકાસને પ્રોત્સાહન આપી નવી ઊંચાઈ પર લઈ જવા માટે રાજય સરકારે હકારાત્મક પ્રયાસો કરી અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે. જેના પરિણામે ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર છે.
નવી "ગુજરાત સોલર પાવર પોલીસી 2021"ની જાહેરાત
રાજ્યમાં સ્વચ્છ, પર્યાવરણલક્ષી અને સાતત્યપૂર્ણ ઊર્જાને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર નવી "ગુજરાત સોલર પાવર પોલીસી 2021" ને અમલમાં મુકવા જઈ રહી છે. મુખ્ય પ્રધાને કહ્યું કે, આ નવી સોલાર પોલિસીના પરિણામે રાજ્યમાં સૌર ઊર્જાનો વપરાશ-ઉત્પાદન વધવાથી ઊદ્યોગકારોની પ્રોડકશન કોસ્ટ નીચી જાય અને ‘મેઇડ ઇન ગુજરાત’ બ્રાન્ડ દુનિયામાં છવાઇ જાય તેવી આપણી નેમ છે.
નડીયાદ નગરપાલિકાના સોલાર પ્રોજેક્ટનું મુખ્ય પ્રધાન દ્વારા ઈ-ખાતમુહૂર્ત કરાયું નડીયાદ નગરપાલિકા સોલાર પ્લાન્ટ થકી વર્ષે રૂ. 25 લાખની બચત કરશે: સાંસદ દેવુંસિંહ ચૌહાણ
ખેડા જિલ્લા સાંસદ દેવુંસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, નડીયાદ ખાતે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન, ગોકુળપુરા મંજીપુરા રોડ, નડિયાદ ખાતે સ્વર્ણિમ જયંતિ મુખ્ય પ્રધાન શહેરી વિકાસ યોજના અંતર્ગત 16 નગરપાલિકાઓમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં નડીયાદ નગરપાલિકામાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન, વિજળીના બીલમાં બચત કરી નડીયાદ નગરપાલિકા વર્ષે રૂપિયા 25 લાખની બચત કરી શકશે. આ પ્રસંગે ખેડા જિલ્લા સાંસદ દેવુંસિંહ ચૌહાણ, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલ, નડીયાદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પ્રણવ પારેખ તથા અન્ય મહાનુભાવોમાં મનિષ દેસાઇ, સંજય પટેલ ઉપસ્થિત રહયા હતા.