ખેડા : નડિયાદની કોલેજીયન યુવતી વિધિ જાદવે પોકેટમનીમાંથી તાજેતરમાં સિક્કિમ (soldiers martyred families helped) ખાતે રોડ દુર્ઘટનામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને આર્થિક મદદ મોકલી છે. 20 વર્ષીય વિધિ જાદવ વેકેશનમાં હિલસ્ટેશન કે પ્રવાસધામ પર જવાના બદલે દેશ માટે શહીદ થયેલા જવાનોના પરિવારો વચ્ચે જઈ તેમના દુ:ખને હળવું કર્યું છે. વિધિ જાદવે અત્યાર સુધી 153થી વધુ શહીદ પરિવારોની મુલાકાત લીધી છે.(Sikkim tragedy soldiers martyred)
કોણ છે વિધિ જાદવ નડીયાદની રહેવાસી અને આણંદની કોલેજમાં પોલિટિકલ સાયન્સ અને ઈન્ટરનેશનલ કોમ્યુનિકેશનના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષીય વિધિ જાદવે અત્યાર સુધીમાં સેંકડો શહીદ સૈનિકના પરિવારોની મુલાકાત લીધી છે. તેમજ આર્થિક મદદની સાથે સાથે લાગણી અને આત્મીયતાનો સંબંધ બાંધ્યો છે. ખાસ કરીને દેશની સેવા કરતા કોઈ જવાન શહીદ થઈ જાય તેવી ઘટના ધ્યાનમાં આવતા વિધિ શાહિદના પરિવારને મળવા અને મદદરૂપ બનવાનું આયોજન કરે છે. (Soldiers Martyred in Sikkim Tragedy)
સિક્કિમ દુર્ઘટનામાં શહીદ તાજેતરમાં સિક્કિમ ખાતે રોડ દુર્ઘટનામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને વિધિએ આશ્વાસન પત્ર તેમજ 5000ની ફુલની પાંખડી સમાન આર્થિક મદદ મોકલી આપી છે. આ દુર્ઘટનામાં શહીદ થયેલા કુલ 16 જવાનોના પરિવારો પૈકી વિધિએ હાલમાં જે પરિવારોની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. તેવા શહીદ થયેલા પાંચ જવાનોના પરિવારોને 5000ની રકમ મોકલી આપી છે. જ્યારે બાકીના તમામ શહીદ પરિવારોને પણ ટૂંક સમયમાં આર્થિક મદદ મોકલી આપવાનું તેણીનુ આયોજન છે. વધુમાં વિધિ જાદવ આ પરિવારોની મુલાકાત પણ આ વેકેશનમાં લેશે. (Help to families of soldiers)