વડતાલ મંદિરના આસિસ્ટન્ટ કોઠારી સંત સ્વામીએ જણાવ્યુ હતુ કે ગત વર્ષે પ્રથમ હિંડોળા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો,જેનો 3 લાખથી વધુ હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. ચાલુ વર્ષે પણ રવિવાર તા. 21મીના રોજ દ્વિતીય હિંડોળા મહોત્સવનું ભવ્યાતિભવ્ય રીતે રાકેશપ્રસાદ , જ્ઞાનજીવનદાસ સ્વામી ,ચેરમેન દેવપ્રકાશ સ્વામી સહિત સંપ્રદાયના વડીલ સંતોના હસ્તે અને ખાંધલીના ઘનશ્યામભાઈ શિવાભાઈ પટેલના યજમાન પદે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ .
વડતાલધામ ખાતે દ્વિતીય હિંડોળા મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યુ
ખેડા: સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામ ખાતે રવિવારે ઢળતી સંધ્યાએ રાકેશપ્રસાદ , જ્ઞાનજીવન દાસ , ચેરમેન દેવપ્રકાશ સ્વામી , ગોવિંદ સ્વામી - મેતપુર, ઘનશ્યામ સ્વામી – સાળંગપુર ,કેશવ સ્વામી – વાપી સહિત વડીલ સંતોના વરદ હસ્તે દ્વિતીય હિંડોળા મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે સંપ્રદાયના સંતો તથા મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી .
નિષ્કુળાનંદ સ્વામીએ બાર બારણાના વડતાલ જ્ઞાનબાગમાં ભગવાન શ્રી હરિને ઝુલાવવામાં આવ્યા હતા. ભગવાને દરેક બારણામાંથી હરિભક્તોના લાકડીના સહારે હાર સ્વીકાર્યા હતા.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવે છે. જેમાં હરિભક્તો ભગવાન શ્રીહરિ તે ફળ, ફૂલ, ચોકલેટ, પેન્સિલ ,રબર તથા અનેક વિવિધ પ્રકાર દ્વારા પ્રભુને હિંડોળે ઝુલાવવામાં આવે છે. વડતાલ મંદિરમાં ચાલુ વર્ષે તૈયાર કરવામાં આવેલ હિંડોળામાં નીલકંઠ વરણીનું વનવિચરણ 12 બારણાની પ્રસાદીનો હિંડોળે ઝુલતા શ્રીહરિ છ ધામના દેવોના હિંડોળા ચાલુ વર્ષે નવેમ્બર માસમાં ઉજ્વાનારા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ભગવાન શ્રીહરિએ અમદાવાદ ,વડતાલ, લોયા, ગઢડા, સાળંગપુર, કારિયાણીના વચનામૃતની ઝાંખી કરાવતા દ્રશ્યો આબેહૂબ રીતે તૈયાર કરવામાં આવ્યા હતા.