- દારૂના મામલામાં ઝડપાયેલ સરપંચનો પતિ
- પાસા હેઠળ સુરત જેલમાં મોકલાયો
- ઘર અને કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો
ખેડા : જિલ્લાના મહુધા તાલુકાના વાસણા ગામના સરપંચના પતિ સુમિત પટેલની પાસા હેઠળ ખેડા LCB દ્વારા અટકાયત કરવામાં આવી છે.
દારૂના જથ્થા સાથે પકડાયેલો આરોપી ઘર અને કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો
મહુધાના વાસણા ગામેથી સુમતિ પટેલના ઘર તેમજ કારમાંથી ગયા મહિને વિદેશી દારૂ સહિતનો કુલ રૂપિયા 6,36,400નો મુદ્દામાલ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. જે મામલામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ સુમિત પટેલની ધરપકડ કરવામાં આવી હતી.
પાસા હેઠળ સુરત જેલમાં મોકલાયો
મામલામાં પાસા દરખાસ્ત તૈયાર કરી કલેકટરને મોકલી આપવામાં આવી હતી. કલેકટર દ્વારા દરખાસ્ત મંજૂર કરતા ખેડા LCB દ્વારા સુમિત પટેલની પાસા હેઠળ અટકાયત કરી જિલ્લા જેલ સુરત ખાતે મોકલી આપવામાં આવી છે.