વડતાલધામમાં 21મી જુલાઈથી શરુ થયેલા કલાત્મક હિંડોળા મહોત્સવના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો આવી રહ્યા છે. હિંડોળા મહોત્સવમાં વિવિધ પ્રકારની અનેક કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. પ્રદર્શિત કૃતિઓમાં રિવોલ્વીંન્ગ હિંડોળો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. રિવોલ્વીંન્ગ એટલે કે ગોળ-ગોળ ફરતા હિંડોળામાં ઝૂલતા શ્રી હરિના દર્શન કરી ભાવિકો ધન્યતા અનુભવી રહ્યા છે.
વડતાલઘામમાં ફરતો હિંડોળો જોઈ હરિભક્તો બન્યા મંત્રમુગ્ધ - center of attraction
ખેડાઃ વડતાલધામમાં દ્વિતીય હિંડોળા મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે ત્યાં અલગ-અલગ કલાકૃતિના હિંડોળા જોવા ભક્તો ઉમટ્યા હતાં. પરંતુ આ તમામ વચ્ચે રિવોલ્વીંન્ગ એટલે કે ફરતો હિંડોળો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. હિંડોળા પ્રદર્શન જોવા મોટી સંખ્યમાં ભક્તો આવ્યા હતાં. બે વર્ષથી ચાલી રહેલા હિંડોળા મહોત્સવમાં નવા-નવા હિંડોળા આ મહોત્સવને વધુ રળિયામણો બનાવે છે.
વડતાલધામ ખાતે ગત વર્ષે પણ હિંડોળા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં 3 લાખથી વધુ હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. આ વર્ષે રવિવાર તા. 21 મી ના રોજ દ્વિતીય હિંડોળા મહોત્સવનું આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, જ્ઞાનજીવનદાસજી સ્વામી, ચેરમેન દેવપ્રકાશ સ્વામી સહિત સંપ્રદાયના વડીલ સંતોના હસ્તે અને ખાંધલીના ઘનશ્યામભાઈ શિવાભાઈ પટેલના યજમાન પદે ઉદઘાટન કરાયુ હતું. ભગવાન શ્રી હરિએ અનેક ઉત્સવો કર્યા હતા. જેમાં હિંડોળા ઉત્સવનું અનેરું મહાત્મય છે. નિષ્કુળાનંદ સ્વામીએ બાર બારણાંના વડતાલ જ્ઞાનબાગમાં ભગવાન શ્રી હરિએ ઝુલાવ્યા હતા. ભગવાને દરેક બારણાંમાંથી હરિભક્તોના લાકડીના સહારે હાર સ્વીકારી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવે છે. જેમાં હરિભક્તો ભગવાન શ્રી હરિને ફળ, ફૂલ, ચોકલેટ, પેન્સિલ, રબર તથા અનેક વિવિધ આઈટમોના હાંડલા ભણાવીને પ્રભુને હિંડોળે ઝુલાવવામાં આવે છે.