ગુજરાત

gujarat

ETV Bharat / state

Dakor Rathyatra સુચારુ આયોજનને લઇ રથયાત્રાનું રિહર્સલ યોજાયું

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આવતીકાલે યોજાનાર 249મી રથયાત્રાને લઇ આજરોજ ( Dakor Rathyatra ) રીહર્સલ યોજવામાં આવ્યું હતું. મંદિર દ્વારા રથની ચકાસણી કરવામાં આવી હતી. શહેરમાં રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.

Dakor Rathyatra સુચારુ આયોજનને લઇ રથયાત્રાનું રિહર્સલ યોજાયું
Dakor Rathyatra સુચારુ આયોજનને લઇ રથયાત્રાનું રિહર્સલ યોજાયું

By

Published : Jul 10, 2021, 6:35 PM IST

  • ડાકોરમાં આવતીકાલે 249 મી ( Dakor Rathyatra ) યોજાશે
  • Dakor Rathyatraભાવિકોનો મંદિર પ્રવેશ બંધ રહેશે
  • રથયાત્રાના રૂટ પર કર્ફ્યુ, પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ
  • મંદિર દ્વારા રથની ચકાસણી કરવામાં આવી

ખેડાઃ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ( Dakor Rathyatra ) આવતીકાલે 249 મી રથયાત્રા સરકારની ગાઈડલાઈન મુજબ યોજવામાં આવશે. જેને લઇ આજરોજ મંદિર તેમજ પોલીસ દ્વારા રીહર્સલ કરવામાં આવ્યું હતું.
રથયાત્રાના રૂટ પર કર્ફ્યુ
યાત્રાધામ ડાકોર ખાતે સરકારી ગાઇડલાઇન મુજબ રથયાત્રા ( Dakor Rathyatra ) યોજવામાં આવશે.જેમાં રથયાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ સમગ્ર રૂટ પર કર્ફ્યુ રાખવામાં આવશે. સાથે જ ભાવિકોનો મંદિર પ્રવેશ પણ બંધ રાખવામાં આવ્યો છે.

રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી
પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈચુસ્ત પોલિસ બંદોબસ્ત સાથે રથયાત્રા ( Dakor Rathyatra ) નીકળશે. જેને લઇ આજરોજ પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. રથયાત્રાના બંદોબસ્તમાં 200 પોલીસ કર્મચારી,ઓ,5 પીએસઆઈ, 1 પીઆઈ તેમજ 1 ડીવાયએસપી તહેનાત રહેશે.

મંદિર દ્વારા રથની ચકાસણી કરવામાં આવી
રથયાત્રામાં ( Dakor Rathyatra ) રાજાધિરાજ રણછોડરાયજી મહારાજ સવારી કરવાના છે તે ચાંદીના રથની આજે ચકાસણી કરવામાં આવી હતી. રથને મંદિર પરિસરમાં પ્રદક્ષિણા કરાવવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details