ખેડા: 2023ના નવા વર્ષનો પ્રારંભ વીકેન્ડમાં થતો હોઈ નવા વર્ષને વધાવવા હરવા ફરવાના સ્થળો સહિત યાત્રાધામોમાં (weekend of new year) મોટી સંખ્યામાં લોકો ઊમટવાની શક્યતાઓ (crowd of devotees on Ranchhodraiji Temple Dakor) છે. યાત્રાધામ ડાકોર ખાતે રવિવારે નિયમિત રીતે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોઈ દરેક ભાવિક સરળતાથી રાજાધિરાજ રણછોડરાયજીના દર્શન કરી શકે તે માટેની કાયમી વ્યવસ્થા કરેલી (crowd of devotees on Ranchhodraiji Temple Dakor) છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે પુનમ તેમજ રવિવાર અને તહેવારો દરમ્યાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન રણછોડરાયજીના દર્શન માટે આવતા હોય છે. મંદિરે દર્શન માટે તત્પર ભાવિકોની લાંબી કતારો લાગે (managemant of dakor temple ready to serve) છે.
નવા વર્ષને વધાવવા ભાવિકોની ભારે ભીડ ઉમટવાની શક્યતા:નવા વર્ષની શરૂઆત રવિવારે થતી હોઇ હરવા ફરવાના સ્થળો સહિત ધાર્મિક સ્થળોએ નવા વર્ષને વધાવવા ભારે ભીડ ઉમટવાની શક્યતા છે. જેને લઈ આ સ્થળોએ પુરતી વ્યવસ્થા તંત્ર દ્વારા કરાઈ છે. યાત્રાધામ ડાકોર (Ranchhodraiji Temple Dakor) ખાતે નિયમિત રીતે ભાવિકોનો વિશાળ પ્રવાહ ઉમટતો હોઈ ટેમ્પલ કમિટિ તેમજ પોલિસ અને તંત્ર દ્વારા યાત્રીઓની સગવડને લઈને કાયમી વ્યવસ્થા કરવામાં આવેલી છે. જેને લઈ દરેક ભાવિક સરળતાથી મંદિર પહોંચી શકે અને ભગવાનના દર્શન કરી (Ranchhodraiji Temple Dakor) શકે.
આ પણ વાંચોપાલીતાણામાં દબાણ અને મંદિર તોડવાના વિરોધમાં સુરતમાં જૈન સમાજનો વિરોધ