ખેડામાં લાંબા વિશ્રામ બાદ મેઘરાજાની ફરી એન્ટ્રી - Rain
ખેડાઃ જીલ્લામાં સોમવારે સાંજે વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. ઘણા દિવસોના વિરામ તેમજ ઉકળાટ બાદ સાંજે વરસાદ થતા ઉકળાટમાંથી લોકોએ રાહત અનુભવી હતી.
ખેડામાં લાંબા વિશ્રામ પછી મેઘરાજાની રીએન્ટ્રી
ખેડા જીલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ છવાયો છે. મહુધા તેમજ ઠાસરા સહિતના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સોમવાર સવારથી જીલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. વિવિધ સ્થળોએ ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઇ હતી. જેને પગલે અસહ્ય ઉકળાટથી લોકોએ થોડી રાહત અનુભવી હતી. જીલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદે વિરામ લીધો હતો.જે બાદ આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
Last Updated : Jul 23, 2019, 1:48 PM IST