સમગ્ર ગુજરાતમાં વરસાદે પોતાની એન્ટ્રી લઇ લીધી હતી, ત્યારે ખેડા જિલ્લામાં શરુઆતમાં ધમાકેદાર એન્ટ્રી લીધા બાદ મેઘરાજા રિસાય ગયા હતા. જિલ્લામાં વરસાદ ખેંચાયા બાદ ખેડૂતોને ઘણી રાહ જોવડાવ્યા બાદ વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઇ છે.
ખેડામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ડાંગર રોપણીમાં વ્યસ્ત
ખેડા: સમગ્ર ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક ઓછો વરસાદ પડ્યો છે. ત્યારે ખેડામાં વરસાદ ખેંચાયા બાદ હવે વાવણી લાયક વરસાદ થયો છે. તેથી ખેડૂતો ડાંગરની રોપણીમાં લાગી ગયા છે. જો કે ખેડૂતોની ચિંતા છે કે રોપણી બાદ વરસાદ ખેંચાય તો પાક નિષ્ફળ જઇ શકે છે. જેના લીધે હાલ ખેડૂતો રોપણીકાર્ય કરવામાં વ્યસ્ત બન્યા છે.
ખેડામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ડાંગર રોપણીમાં વ્યસ્ત..
ડાંગર માટે પ્રખ્યાત એવા ખેડા જિલ્લામાં ખેડૂતોએ વાવણી લાયક વરસાદ પડતાં જ ડાંગરની રોપણી કરવાના કામમાં વ્યસ્ત થઇ ગયા છે. કારણ કે પહેલા વરસાદ ન થવાને કારણે ખેડૂતોએ ડાંગરની રોપણી કરી નહોતી. તેથી ખેડૂતો શંકા સેવી રહ્યા છે કે જો વરસાદ પાછો ખેંચાશે તો ડાંગરનો પાક નિષ્ફળ જશે.