ખેડામાં ચૂંટણી બાદ ભાજપ સાંસદનો સત્કાર સમારંભ યોજાયો - politics
ખેડાઃ જીલ્લાના કપડવંજ ખાતે ભાજપના સાંસદના સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યકરોએ વિજયી સાંસદનું સન્માન કર્યું.
તાજેતરમાં યોજાયેલ લોકસભા ચૂંટણીમાં ખેડા બેઠક પરથી બીજી વખત ભારે બહુમતીથી વિજયી થયેલા ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સન્માન કરવા માટે કપડવંજ ટાઉન હોલ ખાતે સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો સહીત લોકો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં સાંસદનું ઉમળકાભેર સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સાંસદે ભારે બહુમતીથી વિજયી બનાવવા બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.તેમજ વિકાસના કાર્યો સહીત વિસ્તારની સમસ્યાઓ અને પ્રશ્નોને હલ કરવા કાર્ય કરવાની ખાતરી આપી હતી.