કપડવંજ શહેરમાં આવેલા ગોકુલદાસની ચાલીમાં રહેતા સામંતાણી પરિવાર પર જીવલેણ હુમલો થયો હતો. જેમાં અજાણ્યા હુમલાખોરોએ ઘાતક હથિયારોથી હુમલો કરતા 45 વર્ષીય શ્યામ સામંતાણી તેમજ તેમની માતા 75 વર્ષીય ચંદ્રિકાબેન સામંતાણીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે શ્યામભાઈના પત્ની અનિતાબેનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કપડવંજમાં એક પરિવાર પર જીવલેણ હુમલો, 2ના મોત - police
ખેડાઃ જિલ્લાના કપડવંજમાં અજાણ્યા ઈસમોએ અગમ્ય કારણોસર એક પરિવાર પર જીવલેણ હુમલો કરતા 2 વ્યક્તિના મોત નીપજ્યા હતા. જ્યારે 1 મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી છે. ઘટના બાબતે કપડવંજ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
kapadvanj
ઘટનાને પગલે શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.અને સ્થળ પર લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા.ઘટના સંદર્ભે કપડવંજ પોલીસ દ્વારા ગુનો નોંધી હુમલા પાછળનું કારણ તેમજ હુમલાખોરોને ઝડપી પાડવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.