નડિયાદઃ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આવા સમયે કેટલીક હોસ્પિટલો દ્વારા માનવતાને નેવે મુકવાની ઘટનાઓ બહાર આવી રહી છે. જે સાથે જ માનવતા મહેકાવે તેવા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો નડીયાદમાં જોવા મળ્યો છે. જેમાં કોરોનાની સારવાર મેળવી કોરોનાને માત આપનાર એક સગર્ભા મહિલાને શહેરની ખાનગી હોસ્પિટલોએ દાખલ કરવાની ના પાડી દીધી હતી. જે બાબતે નડિયાદના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈને જાણ કરતા તેઓએ નડીયાદ સિવિલ હોસ્પિટલમાં મહિલાને દાખલ કરાવી હતી.જ્યાં સગર્ભાને નોર્મલ ડિલિવરી થતાં અને સારવાર મળતા પરિવારજનોએ રાહત અનુભવી હતી.
નડિયાદની ખાનગી હોસ્પિટલે સગર્ભા મહિલાને દાખલ ન કરતા વિધાનસભાના દંડક આવ્યા વ્હારે
નડીયાદમાં કોરોનાને માત આપનાર સગર્ભા મહિલાને માનવતા નેવે મૂકી ખાનગી હોસ્પિટલો દ્વારા ડિલિવરી માટે દાખલ કરવાની ના પાડી દીધી હતી. જેની જાણ વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈને કરતા તેઓએ મહિલાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવી જનપ્રતિનિધીની સંવેદનનો પરિચય કરાવ્યો હતો. મહિલાના પતિએ સોશિયલ મીડીયાના માધ્યમથી મુખ્ય દંડકનો આભાર માન્યો હતો
વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈ
તેમજ મહિલાના પતિ દ્વારા સોશિયલ મીડીયાના માધ્યમથી વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈનો ગદ્દગદિત સ્વરે આભાર માન્યો હતો. જે વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થવા પામ્યો છે.