ગુજરાત

gujarat

ETV Bharat / state

Rathyatra 2021: ડાકોર ખાતે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરાઈ - રથયાત્રા સમાચાર

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે 11 જુલાઈના રોજ યોજાનાર 249મી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મંદિરને તંત્રની મંજૂરી મળશે તો જ નગરચર્યા યોજાશે અથવા ગત વર્ષની જેમ જ બંધબારણે રથયાત્રા યોજવામાં આવશે.

Rathyatra
Rathyatra

By

Published : Jul 4, 2021, 10:37 PM IST

  • નગરચર્યા માટે તંત્રની મંજૂરી માંગવામાં આવી છે
  • રથયાત્રાને લઈ ભાવિકોમાં આતુરતા
  • ગત વર્ષે બંધ બારણે રથયાત્રા યોજાઈ હતી

ખેડા:યાત્રાધામ ડાકોર ખાતે 11 જુલાઈના રોજ યોજાનારી 249મી રથયાત્રાની તૈયારીઓ મંદિર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

રથયાત્રાની તૈયારીઓ

આ પણ વાંચો: Rath yatra 2021 - ગુજરાત સરકાર રથયાત્રા અંગે મંજૂરી કયારે આપશે?

રાજાધિરાજના રથ સહિત સાધનોનું સમારકામ હાથ ધરાયું

રથયાત્રાને લઈ મંદિર દ્વારા વિવિધ તૈયારીઓ સાથે રાજા રણછોડજીના પૌરાણિક ચાંદી, પિત્તળ તેમજ કાષ્ટના રથનું મરામત કરવામાં આવી રહ્યું છે. રથયાત્રામાં ઉપયોગમાં લેવાતી પાલખી, અંબાડી, સુખપાલ, મેના જેવા અન્ય સાધનોની મરામત છેલ્લા 15 દિવસથી મિસ્ત્રી તેમજ કારીગરો દ્વારા કરવામાં આવી રહી છે.

રથયાત્રાની તૈયારીઓ

રથયાત્રાને લઈ ભાવિકોમાં આતુરતા

ડાકોર ખાતે પ્રતિ વર્ષ ભક્તિભાવપૂર્ણ માહોલમાં ધામધૂમથી રથયાત્રા યોજાય છે. જો કે, ગત વર્ષે બંધ બારણે યોજાઈ હતી. જેને લઈ આ વર્ષે યોજાનારી રથયાત્રાને લઈને ભાવિક ભક્તો અને ડાકોરના રહીશોમાં પણ આતુરતા જોવા મળી રહી છે.

રથયાત્રાની તૈયારીઓ

આ પણ વાંચો:રથયાત્રાનું આયોજન કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ: IB

ગત વર્ષે બંધ બારણે રથયાત્રા યોજાઈ હતી

ગયા વર્ષે કોરોનાના નિયમો અનુસાર મંદિર દ્વારા બંધબારણે રથયાત્રાની ઉજવણી કરવામાં આવી હતી. હાલ કોરોના સંક્રમણ હળવું થતા સરકાર દ્વારા વિવિધ છૂટછાટો આપવામાં આવી છે. ત્યારે મંદિર પ્રશાસન દ્વારા નગરચર્યા માટે તંત્રની મંજૂરી માંગવામાં આવી છે. જો મંજૂરી મળશે તો નગરચર્યા યોજાશે નહિ તો મંદિરમાં બંધ બારણે રથયાત્રાની ઉજવણી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details