ખેડામાં અયોધ્યા ચુકાદાને લઈને યાત્રાધામો સહિત જિલ્લાભરમાં પોલીસની ચાંપતી નજર - પોલીસની ચાંપતી નજર
ખેડાઃ આજે આવેલા અયોધ્યાના ચુકાદાને લઈને ખેડા જિલ્લામાં પોલીસ દ્વારા સતર્કતા વધારવામાં આવી છે. યાત્રાધામો સહિત જિલ્લાભરમાં પેટ્રોલિંગ તેમજ ચેકિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ખેડામાં અયોધ્યા ચુકાદાને લઈને યાત્રાધામો સહિત જિલ્લાભરમાં પોલીસની ચાંપતી નજર
આજે આવેલા અયોધ્યા ચુકાદાને લઇને ખેડા જિલ્લામાં પોલિસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ તેમજ વાહન ચકાસણી કરવામાં આવી રહી છે. ચુકાદાને લઈને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસ દ્વારા વિશેષ સતર્કતા દાખવવામાં આવી રહી છે. સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા ચાપતી નજર રાખવામાં આવી રહી છે. વિવિધ સ્થળોએ પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે.