વસો પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે ચોરીની બાઈક સાથે બે ઈસમો આવી રહ્યા છે.જેને આધારે પોલીસ દ્વારા દાવડા ઓવરબ્રિજ નીચે વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં બે ઈસમો બાઈક લઈને આવતા તેમને રોકીને બંનેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં દંતાલીના સરફરાઝખાન પઠાણ તેમજ ચકલાસીના વનીપુરાના સમીરમીયા ચાવડાને ચોરીની બે હીરો સ્પ્લેન્ડર બાઈક સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે ચોરી કરેલ બે બાઈક સાથે બે ઈસમોને ઝડપી પાડયા - gujarati news
ખેડાઃ જિલ્લાના દાવડા ઓવરબ્રીજ પાસેથી પોલીસ દ્વારા ચોરી કરેલી બે બાઈક સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે. માતરના છઠ્ઠા માઈલ તેમજ અમદાવાદના દાણી લીમડાથી થયેલી બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો છે.
સ્પોટ ફોટો
એક બાઈક માતરના છઠ્ઠામાઈલથી અને બીજું બાઈક અમદાવાદના દાણી લીમડાથી ચોરી કર્યાની કબૂલાત કર્યુ હતું.જેને લઇ વસો પોલીસ દ્વારા બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.