- વસોમાં તાલુકાનું કોવિડ સ્મશાન બનાવાયું છે
- તંત્ર દ્વારા કોરોના મૃતકની અંતિમવિધિ યોગ્ય રીતે ન થતી હોવાના આક્ષેપ
- કૂતરા ઘરમાં હાડપિંજર ખેંચી લાવે છે : ગ્રામજન
ખેડા : જિલ્લાના તાલુકા મથક વસોમાં બનાવવામાં આવેલા કોવિડ સ્મશાનમાં મોતનો મલાજો જળવાતો ન હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તેમજ સ્વજનોના અર્ધ બળેલા મૃતદેહોને કૂતરા ચૂંથતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો -રાજયના ગૃહ પ્રધાને ખેડાના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ સમીક્ષા કરી
વસોમાં તાલુકાનું કોવિડ સ્મશાન બનાવાયું છે
વસોમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું છે. જ્યાં તાલુકાના કોરોના સંક્રમિત મૃતક દર્દીઓની અંતિમવિધિ કરવામાં આવે છે, પરંતુ તંત્ર દ્વારા યોગ્ય રીતે અંતિમવિધિ કરવામાં આવતી નથી. અર્ધ બળેલા મૃતદેહો મૂકીને જતા રહેતા સ્વજનોની લાગણી દુભાય છે. જેને લઈ ગ્રામજનો દ્વારા હોબાળો મચાવાયો હતો. છેલ્લા 1 મહિનાથી અહીં તાલુકાના દર્દીઓની અંતિમવિધિ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો -ખાતરના ભાવ વધારાને લઈ ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર અપાયું