ગુજરાત

gujarat

ETV Bharat / state

અમેરિકામાં લૂંટના ઈરાદે ફાયરિંગ; ગુજરાતી યુવાન 46 દિવસ બાદ જીવન સામેનો જંગ હાર્યો

અમેરિકામાં લૂંટના ઇરાદે હુમલો કરતાં વધુ એક ગુજરાતી યુવાનનું મોત નીપજ્યું છે. અમેરિકાના નોર્થ કોરોલીનામાં રહેતા નડિયાદના ઉજાસ મેનગર નામના યુવાન પર અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું. જેમાં 46 દિવસની લાંબી સારવાર બાદ ગઈકાલે ગંભીર રીતે ઘાયલ યુવાનનું મોત નીપજ્યું હતું.

ગુજરાતી યુવાન 46 દિવસ બાદ જીવન સામેનો જંગ હાર્યો
ગુજરાતી યુવાન 46 દિવસ બાદ જીવન સામેનો જંગ હાર્યો

By ETV Bharat Gujarati Team

Published : Dec 17, 2023, 2:04 PM IST

અમેરિકામાં લૂંટના ઇરાદે હુમલો કરતાં વધુ એક ગુજરાતી યુવાનનું મોત

નડિયાદ:અમેરિકામાં રહેતા ગુજરાતીઓ પર અવારનવાર હુમલા થવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે આવી વધુ એક ઘટનામાં ગુજરાતી યુવાનનું મોતને ભેટ્યો હતો. મૂળ નડિયાદનો 23 વર્ષીય ઉજાસ મેનગર નામનો યુવાન છેલ્લા ઘણા સમયથી પોતાના પરિવાર સાથે અમેરિકાના નોર્થ કેરોલીના સ્ટેટમાં સ્થાયી થયો હતો. જ્યાં ગ્રીન બોરો સિટીમાં તે રહેતો હતો. જ્યાં 46 દિવસ અગાઉ હુમલો કરી તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

લૂંટના ઇરાદે ત્રણ રાઉન્ડ ફાયરિંગ:નડિયાદનો યુવાન એન્જિયર પુત્ર ઉજાસ અમેરિકાના નૉર્થ કોરોલીના સ્ટેટ ગ્રીન બોરો સિટીમાં રહેતો હતો. 6 નવેમ્બર રાત્રિના સમયે ઉજાસ નોકરી પરથી કારમાં પાછો આવી રહ્યો હતો. તે સમયે કોઈ અજાણ્યો વ્યક્તિ તેનો પીછો કરી રહ્યો હતો. ઉજાસ કાર પાર્ક કરીને બહાર આવ્યો એટલામાં જ અજાણ્યા વ્યક્તિએ તેને રોક્યો અને પૈસાની માંગણી કરી. બંને વચ્ચે ઝપાઝપી થઈ અને અજાણ્યા શખ્સે રિવોલ્વોરથી ઉજાસના પેટમાં 3 રાઉન્ડ ફાયર કર્યા.

સારવાર દરમિયાન મોત:ઉજાસને પેટના ભાગે ગોળી વાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં છેલ્લા 46 દિવસથી તેની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન ગઈકાલે તેનું મોત નીપજ્યું હતું. ઉજાસ અમેરિકામાં વૉલ્વો ટ્રક કંપનીમાં પ્રોડક્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો. ઉજાસના મોતને પગલે તેના પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

અવારનવાર ગુજરાતી પર હુમલા:અમેરિકામાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતી લોકો પર હુમલા થવાની ઘટનાઓ વધી રહી છે. જેમાં અત્યાર સુધી અનેક ગુજરાતી લોકોના મોત નીપજ્યાં છે. ત્યારે લૂંટના ઇરાદે હુમલો કરી વધુ એક ગુજરાતી યુવાનનું મોત થતાં અમેરિકામાં રહેતા ગુજરાતી લોકોમાં શોક સાથે ભયની લાગણી જોવા મળી રહી છે.

  1. રામ મંદિરના ઉદ્ઘાટન પહેલાં અમેરિકામાં ઉજવણી, વોશિંગ્ટનમાં હિન્દુ સમુદાય દ્વારા કાર રેલીનું આયોજન
  2. ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષનો ઈતિહાસ એક સદી જૂનો; શું તમે જાણો છો કે અત્યાર સુધીમાં કેટલા મોત અને લડાઈ થઈ ?

ABOUT THE AUTHOR

...view details