ખેડા: જિલ્લામાં આજે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાવા પામ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો પગ પેસારો થઈ રહ્યો છે. આજે કપડવંજ તાલુકાના આતરસુંબા ગામમાં એક યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કુલ 65 કેસ થવા પામ્યા છે. ખેડા જિલ્લામાં દિવસે દિવસે નવા નવા વિસ્તારોમાં કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે.
ખેડા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેર, વધુ એક કેસ નોંધાતા કુલ 65 કેસ - kheda corona news
ખેડા જિલ્લામાં આજે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાવા પામ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો પગ પેસારો થઈ રહ્યો છે. આજે કપડવંજ તાલુકાના આતરસુંબા ગામમાં એક યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કુલ 65 કેસ થવા પામ્યા છે.
આજે કપડવંજના આતરસુંબા ગામે એક યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુવક અમદાવાદ ખાતે એક ફાર્મા કંપનીમાં નોકરી કરતો હતો. અમદાવાદથી અવરજવર કરતો હતો. જે અમદાવાદથી 28 મેના રોજ આતરસુંબા આવ્યો હતો. ગઈકાલે તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આજે એનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુવક હાલ નડિયાદની એન.ડી.દેસાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મહત્વનું છે કે, જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. જેને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ જિલ્લામાં વધતા કેસની સંખ્યાને લઇ ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગ પણ ચિંતિત બન્યું છે. ખેડા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 65 થવા પામી છે.