ઠાસરા તાલુકાના રવાલીયા ગામની સીમમાં ખેડૂતો પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન એક નીલગાયે અચાનક તેમના પર હુમલો કર્યો હતો. જેમાં પર્વતભાઈ સોલંકી નામના એક ખેડૂતનું તીક્ષ્ણ શીંગડાથી ઈજાગ્રસ્ત થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે અન્ય બે ખેડૂતોને ઈજાઓ પહોંચતા તેમને વધુ સારવાર માટે તાત્કાલિક ડાકોર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
ખેડામાં નીલગાયે હુમલો કરતા એક ખેડૂતનું મોત, અન્ય બે ખેડૂતો ઈજાગ્રસ્ત - ખેડા
ખેડા: જિલ્લાના ઠાસરા તાલુકાના રવાલીયા ગામમાં ખેતરમાં કામ કરતા ખેડૂતો પર નીલગાયે હુમલો કરતા એક ખેડૂતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે અન્ય બે ખેડૂતોને ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
ખેડામાં નીલગાયે હુમલો કરતા એક ખેડૂતનું મોત
ગામના સિમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આ નીલગાય પાગલ થઇ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા હતા. જે બાબતે ગ્રામજનો દ્વારા અગાઉ વનવિભાગને મૌખિક ફરિયાદ પણ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, જિલ્લાના ઘણા વિસ્તારોમાં નીલગાયના ત્રાસથી ખેડૂતો ત્રસ્ત છે.