ખેડાઃ નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને બિલ્ડર દિલીપ શેઠના આત્મહત્યા કેસમાં નડિયાદ રૂરલ પોલીસ દ્વારા વિજય તળપદા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિજય તળપદા દિલીપ શેઠ પાસે પઠાણી ઉઘરાણી કરતો હોવાનું ખુલતા ધરપકડ કરાઈ છે.
નડિયાદ પાલિકાના પૂર્વ પ્રમુખની આત્મહત્યાના મામલામાં એકની ધરપકડ - Former President of Nadiad Municipality
નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને બિલ્ડર દિલીપ શેઠના આત્મહત્યા કેસમાં નડિયાદ રૂરલ પોલીસ દ્વારા વિજય તળપદા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિજય તળપદા દિલીપ શેઠ પાસે પઠાણી ઉઘરાણી કરતો હોવાનું ખુલતા ધરપકડ કરાઈ છે.
નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિલીપ શેઠ દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી. આ મામલામાં પોલીસ દ્વારા વડોદરા અને નડિયાદના બે ફાયનાન્સર સુરેશભાઈ અને સંજયભાઈ દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાની ફરિયાદના આધારે બંને સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ મામલાની તપાસ દરમિયાન નડિયાદના વિજય તળપદા દ્વારા દિલીપ શેઠને રૂપિયા 30 લાખ 4 ટકાના વ્યાજે આપવામાં આવ્યા હતા. જેની વારંવાર પઠાણી ઉઘરાણી કરતો હોવાનું ખૂલ્યું હતું. જેને લઈ નડિયાદ રૂરલ પોલીસ દ્વારા તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને બિલ્ડર દિલીપ શેઠે ગુતાલ ગામે આવેલા પોતાના ફાર્મ હાઉસ ખાતે રિવોલ્વરથી પોતાના માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.