ગુજરાત

gujarat

ETV Bharat / state

નીચે મહીસાગર નદી અને ઉપર કેનાલમાં વહેતું નર્મદાનું પાણી, ખેડામાં છે દુનિયાનો સૌથી મોટો જળસેતુ - કેનાલનો જળસેતુ

ખેડા: નર્મદાનું પાણી ગુજરાતના ગામડે-ગામડે પહોંચાડવા માટે સરકારે બનાવેલી નર્મદા યોજનાની કામગીરી દરમિયાન અનેક કુદરતી પડકારોનો પણ સામનો કરવાનો થયો હતો. આ પડકારોને સ્વીકારીને જે કામગીરી કરવામાં આવી તેમાં અનેક વિક્રમો પણ સર્જાયા છે. આવો જ એક વિક્રમ નર્મદા મુખ્ય કેનાલની કામગીરીમાં સર્જાયો છે. ખેડા જિલ્લામાં મહી નદી પરથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલનો જળસેતુ દુનિયાનો સૌથી મોટો જળસેતુ છે.

મહિસાગર નદીની ઉપરથી કેનાલ પસાર કરવામાં આવી

By

Published : Oct 15, 2019, 9:40 PM IST

Updated : Oct 15, 2019, 10:03 PM IST

મહીસાગર નદીની ઉપરથી કેનાલ પસાર કરવામાં આવી છે. જ્યાં નીચે નદીનું પાણી વહી રહ્યું છે તો ઉપર કેનાલનું પાણી વહી રહ્યું છે. આ જળ સેતુનું નિર્માણ કાર્ય 1991માં શરૂ કરવામાં આવ્યું હતું, જે 2000માં નિર્માણ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.જેને સન્માનવામાં પણ આવી છે.1999નો શ્રેષ્ઠ રાષ્ટ્રીય સેતુ એવોર્ડ આ મહી જળસેતુને મળી ચૂક્યો છે.
મહી નદી નર્મદા પછીની ગુજરાતની મોટામાં મોટી નદી છે. આ નદી ઉપરથી 80 ફૂટની ઉંચાઈથી 40,000 ક્યુસેક જળરાશિ સરદાર સરોવરની મુખ્ય કેનાલ દ્વારા પસાર કરવાની કપરી કામગીરી જળસેતુના સુંદર નિર્માણ દ્વારા કરવામાં આવી છે.નર્મદા મુખ્ય નહેર દુનિયાની સૌથી મોટી અસ્તર ધરાવતી નહેર છે,જ્યારે મહી જળસેતુ દુનિયાનો સૌથી મોટો જળસેતુ છે.

મહિસાગર નદીની ઉપરથી કેનાલ પસાર કરવામાં આવી

મહી જળસેતુ ૨૫ મીટરના એક એવા 24 ગાળા સાથે ૬૦૦.૫ મીટર લાંબો છે.મહી જળસેતુની નદીના તળની ઊંચાઈ 110 ફૂટ છે.35600 ક્યૂસેક પાણીનો જથ્થો 6.1 મીટર પહોળાઈ અને 7.6 મીટર ઊંચાઈના એક એવા આઠ બોગદામાંથી પસાર થાય છે. આ બોગદાઓને 3.30 મીટર જાડા અને 63.10 મીટર લાંબા એવા ૨૫ થી ૨૭ મીટર ઊંચા 23 પિયર તેમજ બંને છેડે એક એબેટમેન્ટનો આધાર આપવામાં આવેલ છે.

મહી જળસેતુમાં 3,90,000 ધનમીટર માટીકામ,3,67,000 ધનમીટર કોંક્રિટ કામ થયેલા છે.જળસેતુના બાંધકામમાં 22858 ટન લોખંડ વાપરવામાં આવ્યું છે.જળસેતુના બાંધકામ પાછળ કુલ રૂપિયા 137 કરોડનો ખર્ચ થયો છે.આ વિશાળકાય જળસેતુમાં બુર્જ ખલીફા કરતાં પણ વધારે મટીરિયલ વપરાયું છે. જે આ પ્રમાણેનો દુનિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ છે.

Last Updated : Oct 15, 2019, 10:03 PM IST

ABOUT THE AUTHOR

...view details