બુધવારે નડિયાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર એક વૃદ્ધ વ્યક્તિ બેઠા હતા, ત્યારે હાપા ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઉભી રહી હતી. ટ્રેનનું સાઈરન વાગતા પ્લેટફોર્મ પર બેઠેલા વૃદ્ધ વ્યક્તિએ ઉભા થઈ અચાનક ટ્રેક પર જઈ ટ્રેન નીચે પડતું મૂક્યું હતુ. અચાનક બનેલી આ ઘટનાને પગલે પ્લેટફોર્મ પર હાજર મુસાફરોએ બુમાબુમ કરી હતી. ટ્રેનમાંથી નીચે ઉતરી એક યુવકે વૃદ્ધને બચાવવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પહેલા જ ટ્રેન ફરી વળી હતી.
નડીયાદ રેલ્વે સ્ટેશનમાં વૃદ્ધે ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી, ઘટના CCTVમાં કેદ - Kheda
નડીયાદઃ શહેરના રેલ્વે સ્ટેશને એક વૃદ્ધ વ્યક્તિએ ટ્રેન નીચે આવી આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટના નડીયાદ રેલવે સ્ટેશન પરના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનામાં જીઆરપી પોલીસે CCTV ફુટેજના આધારે આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નડીયાદ
આ હ્રદય કંપવતી ઘટના રેલવે સ્ટેશનના CCTVમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાને લઈને રેલ્વે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં મૃતક નડિયાદના ડભાણ ગામના બાબુભાઈ પરમાર હોવાનું સામે આવ્યું છે. તેમજ તે કેટલાક સમયથી કેન્સરની બીમારી પીડાતા હોવાથી કંટાળીને તેમણે આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.