ખેડા: નડિયાદના મહિલા ગણેશભક્ત હીનાબેન જાની છેલ્લા દસ વર્ષથી પોતાની જાતે જ કાગળમાંથી ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવી તેનું ઘરે સ્થાપન કરે છે. તેઓ ગણેશજીમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. વિઘ્નહર્તાની ભક્તિ કોઈ જીવ માટે વિઘ્નરૂપ ન બનવી જોઇએ તેવુ દ્રઢપણે માનતા હીનાબેન પર્યાવરણનો વિચાર કરીને શરૂઆતમાં માટીની મૂર્તિ નડીયાદથી કે આણંદથી લાવતા હતા. જો કે, તેમાં ભેળસેળ કરવામાં આવતી હોવા ઉપરાંત તેમાં વપરાતા રંગ પણ જળચર જીવ માટે હાનિકારક હોવાથી તેમણે જાતે જ ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાનો નિર્ણય કર્યો હતો.
નડિયાદની મહિલાએ કાગળના ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવ્યાં, જુઓ વીડિયો - ganesha idol made by tissue papers
ગણેશ મહોત્સવને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે નડિયાદના એક મહિલા દ્વારા વિઘ્નહર્તાની ભક્તિ કોઈ પણ જીવ માટે વિઘ્નરૂપ ન બને તે માટે કાગળમાંથી ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવવામાં આવી છે, જે જળચરોને નુકસાન તો નથી જ પહોંચાડતી પરંતુ ભોજન પૂરું પાડે છે.
6 વર્ષ બાદ તેમણે ઘરમાં પ્રથમ વખત કાગળમાંથી ગણપતિ તૈયાર કર્યા હતાં. જે વજનમાં એકદમ હલકા છે, તેમજ સાવ નજીવા ખર્ચમાં તૈયાર થાય છે. મૂર્તિને રંગવા માટે પણ કુદરતી વોટર કલરનો ઉપયોગ કરવામાં આવે છે. તેમણે ગણપતિનો શણગાર પણ વિવિધ અનાજમાંથી બનાવ્યો છે. વિસર્જનના સમયે જળચર પ્રાણીઓ ખાઈ શકે તેવી વસ્તુઓમાંથી હાર બનાવીને તેઓ પ્રતિમાને પહેરાવે છે. મખાણા, મમરા, લોટ, અનાજમાંથી બનતા હાર જળચર જીવને ખોરાક પૂરો પાડે છે.
ગણેશ મૂર્તિ બનાવવા માટે જ્યારે ટીશ્યૂ પેપર અથવા અખબારોને તેને પાણીમાં પલાળીને તેનો પલ્પ બનાવવામાં આવે છે. બે કે ત્રણ વાર અખબારને પાણીમાંથી પસાર કરવાથી તેની ઇન્ક ઓછી થઈ જાય છે, ત્યારબાદ આ પલ્પમાંથી મૂર્તિ બનાવવામાં આવે છે અને પેપર પાઇપ બનાવીને તેનાથી આકાર આપવામાં આવે છે. આ મૂર્તિને સાદા કલરથી તેને રંગવામાં આવે છે. છાપાના કાગળમાંથી મૂર્તિ બનાવવા લગભગ છાપાંના 25 પાનાની જરૂર પડે છે, જ્યારે ટીશ્યૂ રોલમાંથી નાની પ્રતિમા બનાવવા માટે દોઢથી બે ટીશ્યૂ રોલ જોઈએ. જો કે, મટિરિયલના વપરાશનો આધાર મૂર્તિની સાઈઝ અને તેની ડિઝાઇન પર રહેલો છે.