ગુજરાત

gujarat

ETV Bharat / state

સેવાનો પર્યાય બનેલી અને મહિલાઓને આત્મનિર્ભર બનાવતી નડિયાદની નિરાંત સેવાશ્રમ સંસ્થા - નડિયાદની નિરાંત સેવાશ્રમ

ભૂખ્યાને ભોજન, તરસ્યાને જળ અને બિમારને દવાની સેવા વર્ષોથી વિનામૂલ્યે પૂરી પાડતી નડિયાદની નિરાંત સેવાશ્રમ માનવસેવાના ઉમદા કાર્યોને લઇને સેવાકાર્યનો પર્યાય બની રહી છે. જનસેવા એ જ પ્રભુસેવાને ચરિતાર્થ કરતા સંસ્થાને યુનિસેફ તરફથી ઇન્ટરનેશનલ હ્યુમેનિટી એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. સંસ્થા દ્વારા ખાસ કરીને મહિલા સશક્તિકરણ અને મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવી રહ્યું છે. ત્યારે જાણીએ આ સેવા સંસ્થા વિશે.

reliant
સેવાનો પર્યાય બનેલી અને મહિલાઓને આત્મનિર્ભર બનાવતી નડિયાદની નિરાંત સેવાશ્રમ સંસ્થા

By

Published : Nov 1, 2020, 9:07 AM IST

Updated : Nov 1, 2020, 3:26 PM IST

  • જનસેવા એ જ પ્રભુસેવાને સાર્થક કરતી નિરાંત સેવાશ્રમ
  • નિરાંત સેવાશ્રમ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ
  • સંસ્થાને યુનિસેફ તરફથી ઇન્ટરનેશનલ હ્યુમેનિટી એવોર્ડ એનાયત
  • મહિલાઓને તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાની કામગીરી


ખેડા : સંતરામ ભૂમિ એવી સાક્ષર નગરી નડિયાદ તેના સાક્ષરો અને સંતરામ મંદિરની વિવિધ સેવાકીય પ્રવૃતિઓથી જાણીતું બન્યું છે. ત્યારે અહીં નાની મોટી અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં નિરાંત સેવાશ્રમ જનસેવા એ જ પ્રભુસેવા ઉક્તિને ચરિતાર્થ કરી સેવા પ્રવૃત્તિના પર્યાયરૂપ બની રહી છે. સંસ્થાને યુનિસેફ તરફથી ઇન્ટરનેશનલ હ્યુમેનિટી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ

સંસ્થા દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જરૂરિયાતમંદો માટે ભોજન સેવા,ટિફિન સેવા,વિનામૂલ્યે દવાની સેવા,એમ્બ્યુલન્સની સેવા, અંત્યેષ્ઠી કીટ સહિતની અનેક સેવા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તે ઉપરાંત જરૂરિયાતમંદો માટે રાહતદરે ફિઝિયોથેરાપી સેન્ટર તેમજ તંદુરસ્ત નવી પેઢીના નિર્માણ માટે રાહત દરે જીમ પણ ચલાવવામાં આવે છે. બહુવિધ સેવાકીય પ્રવૃત્તિઓને લઈને સંસ્થાને અનેકવિધ એવોર્ડ તેમજ સન્માન મળી ચુક્યા છે. આ ઉપરાંત ISO 9001 પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે.

સેવાનો પર્યાય બનેલી અને મહિલાઓને આત્મનિર્ભર બનાવતી નડિયાદની નિરાંત સેવાશ્રમ સંસ્થા
વર્ષોથી કરવામાં આવી રહી છે મહિલા સશક્તિકરણની કામગીરીનિરાંત સેવાશ્રમ દ્વારા વર્ષોથી મહિલા સશક્તિકરણ કરી મહિલાઓને પગભર કરવાની પાયાની કામગીરી કરવામાં આવી રહી છે. સંસ્થા દ્વારા મહિલાઓ માટે મહિલાઓ દ્વારા વિવિધ તાલીમ વર્ગો ચલાવવામાં આવે છે. જેમાં જરૂરિયાતમંદ મહિલાઓને અને યુવતીઓને વિનામૂલ્યે કોમ્પ્યુટર, સીવણ, બ્યુટી પાર્લર, મહેંદી, હસ્તકળા, રાંધણકળા વગેરેના વર્ગોમાં તાલીમ આપવામાં આવે છે. તાલીમ બાદ મહિલાઓને રોજગાર મેળવવામાં તેમજ પોતાનો રોજગાર શરૂ કરવામાં સાધન સહાય સહિતની વિવિધ મદદ કરવામાં આવે છે.અનેક જરૂરિયાતમંદ મહિલાઓ આત્મનિર્ભર બની જીવન નિર્વાહ કરે છે સ્વમાનભેર

જરૂરિયાતમંદ મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની પોતાનું તેમજ પરિવારનું ગુજરાન કરી શકે તેમજ ગુજરાનમાં મદદરૂપ થઇ શકે તે માટે ઉમદા કામગીરી સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે. સમાજના નિમ્ન વર્ગની અનેક જરૂરિયાતમંદ મહિલાઓ સંસ્થામાં તાલીમ મેળવી પગભર બની સ્વમાનભેર જીવન નિર્વાહ કરી રહી છે.

સંસ્થા દ્વારા ક્યારેય રોકડ ફાળો કે દાન ઉઘરાવવામાં આવતું નથી

મહત્વપૂર્ણ છે કે, અનેકવિધ ઉમદા સેવાકીય પ્રવૃત્તિ કરતી નડિયાદની નિરાંત સેવાશ્રમ સંસ્થા દ્વારા ક્યારેય રોકડ ફાળો કે, દાન ઉઘરાવવામાં આવતું નથી. સ્વૈચ્છિક રીતે જ સંસ્થાને જરૂરિયાતની સાધન સહાય સેવાભાવી લોકો દ્વારા ઉપલબ્ધ કરાવાય છે. જેના દ્વારા વિવિધ સેવકાર્યોની સરવાણી વર્ષોથી સતત વહી રહી છે. ત્યારે ખરેખર જ આ સેવા સંસ્થા જનસેવા એ જ પ્રભુસેવાની ઉક્તિને સાચા અર્થમાં સાર્થક કરી રહી છે.

Last Updated : Nov 1, 2020, 3:26 PM IST

ABOUT THE AUTHOR

...view details