નડિયાદ ડિવિઝન સ્ક્વોર્ડની ટીમ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મોબાઈલ ફોન ચોરીના આરોપી અંગે બાતમી મળી હતી. જેના આધારે નડિયાદ તાલુકાના પાલડીના વિવેકસિંહ ઉર્ફે મંગો કરણસિંહ સોઢાને ત્રણ મોબાઈલ ફોન સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
નડિયાદ ડિવિઝન સ્ક્વોર્ડની ટીમે મોબાઈલ ચોરને ઝડપ્યો
નડિયાદ: ડિવિઝન સ્ક્વોર્ડ દ્વારા રૂ.૩૦ હજારની કિંમતના ચોરીના ત્રણ મોબાઈલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. નડિયાદની આર્ટસ કોલેજમાં થયેલી મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો હતો.
નડિયાદ ડિવિઝન સ્ક્વોર્ડની ટીમે મોબાઈલ ચોરોને ઝડપ્યા
પોલીસ દ્વારા મોબાઈલ ફોન અંગે તેમજ તેના બિલ અંગે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. જેને લઇ વધુ તપાસ કરતા રૂ.૩૦ હજારની કિંમતના ત્રણેય મોબાઈલ ફોન નડિયાદની આર્ટસ કોલેજમાંથી ચોરાયેલા ૧૬ મોબાઈલ પૈકીના હોવાનું જણાયું હતું. જેને લઇ પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.