નડિયાદ: ખેડા જિલ્લામાં નડિયાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં દિવસે દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે, જેને લઇ દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દર્દીઓને સારી અને તરત સારવારની સુવિધા પ્રાપ્ત થાય તે માટે જિલ્લામાં અને નડિયાદમાં વધુ કોવિડ સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.
ખેડા જિલ્લામાં નડીયાદ સહિત વધુ કોવિડ સારવાર કેન્દ્રો શરૂ કરાયા - નડિયાદમાં કોરોનાની સંખ્યા
જિલ્લામાં અને નડિયાદ શહેરમાં સતત વધી રહેલા કેસોને પગલે નડિયાદ સહિત જિલ્લામાં વધુ નવા કોવિડ સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.
કોવિડ સારવાર કેન્દ્રો
જેમાં ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ,નડીયાદ ખાતે 40,સી.એચ.સી. મહેમદાવાદ 25, સી.એચ.સી.ઠાસરા 20,સી.એચ.સી.વસો 15,રૂદ્ર હોસ્પિટલ નડીયાદ 20,મહાગુજરાત હોસ્પિટલ 25 બેડની સુવિધા ઓક્સિજન સાથે ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
જ્યારે એન.ડી.દેસાઈ મેડીકલ કોલેજ ખાતે 100,શ્લોક હોસ્પિટલ ખાતે 50 તેમજ સિવિલ હોસ્પિટલ નડીયાદ ખાતે 80 બેડની સુવિધા પહેલેથી જ ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે.મહત્વનું છે કે,મંગળવારે કોરોના પોઝિટિવના નવા 13 કેસ સહિત ખેડા જિલ્લામાં અત્યાર સુધી કુલ 382 કેસ નોંધાયા છે.