ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદનો માહોલ, લોકોને ગરમીથી છૂટકારો મળ્યો - ગરમી અને ઉકળાટાથી છુટકારો

છેલ્લા 4 દિવસથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ અને ભારે પવનને પગલે ભારે ગરમી અને ઉકળાટથી ત્રસ્ત લોકોએ રાહતની લાગણી અનુભવી હતી.

ખેડા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચોમાસુ માહોલ
ખેડા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચોમાસુ માહોલ

By

Published : Jun 7, 2020, 8:59 PM IST

ખેડાઃ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા જિલ્લાના નડિયાદ, ખેડા, ડાકોર અને મહુધા સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ખેડા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચોમાસુ માહોલ

રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.ત્યારે ખેડા જિલ્લામાં પણ તેની અસર જોવા મળી હતી. ખેડા જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. છેલ્લા ચારેક દિવસથી વરસાદી વાતાવરણ સર્જાયું છે. જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના નડિયાદ, ખેડા, મહુધા તેમજ ડાકોર સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

વરસાદ અને ભારે પવનને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેને લઈ ભારે ગરમી અને ઉકળાટથી ત્રસ્ત લોકોએ રાહતની લાગણી અનુભવી હતી. વરસાદને પગલે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details