ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડામાં બાળકી પર દુષ્કર્મ, પોલિસે આરોપીને ઝડપી પાડ્યો - ગુજરાતમાં વધતી ગુનાખોરી

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના એક ગામમાં 6 વર્ષીય માસૂમ બાળકી પર ગામના જ એક આધેડે દુષ્કર્મ આચર્યું હતું. કઠલાલ પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ખેડામાં બાળકી પર દુષ્કર્મ
ખેડામાં બાળકી પર દુષ્કર્મ,કઠલાલ પોલિસે આરોપીને ઝડપી પાડ્યો

By

Published : Mar 5, 2021, 3:32 PM IST

Updated : Mar 5, 2021, 5:33 PM IST

  • 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મ
  • આંબલી આપવાની લાલચે બોલાવી આધેડે આચર્યું દુષ્કર્મ
  • કઠલાલ પોલીસે નરાધમને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી

આ પણ વાંચોઃપાલનપુરમાં મધ્યપ્રદેશની શ્રમજીવી પરિણીતા પર દુષ્કર્મ

ખેડાઃજિલ્લાના કઠલાલ તાલુકાના એક ગામમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં 45 વર્ષીય એક આધેડ આરોપીએ 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુર્જાયો હતો. ગામના ફળિયામાં બાળકી રમતી હતી ત્યારે આરોપીએ બાળકીને આંબલી આપવાનું કહીને બોલાવી હતી. ઘરમાં લઈ જઈ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં બાળકીને 10 રૂપિયા આપી ધમકી આપી હતી. બાળકીને લોહી નીકળતું હોવાથી તે રડવા લાગી હતી. માતા-પિતા ઘરે પરત આવતા બાળકીએ માતાને સમગ્ર વાત કરી હતી. બાળકીના માતા-પિતા દ્વારા કઠલાલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ખેડામાં બાળકી પર દુષ્કર્મ

આ પણ વાંચોઃચોકીદારને બંધક બનાવી પત્ની અને સગીરા સાથે નરાધમોએ આચર્યું સામુહિક દુષ્કર્મ

Last Updated : Mar 5, 2021, 5:33 PM IST

ABOUT THE AUTHOR

...view details