પંખીની પાંખો સલામત રહે તે માટે કોડીનારના લોકોએ પતંગ ચગાવવાના શોખની કાપી પાંખો ગીર સોમનાથ : કોડીનાર શહેર અને તાલુકામાં મકરસંક્રાંતિના દિવસે પતંગ ચગાવવાને લઈને કોઈ ઉત્સાહ જોવા મળતો નથી. લીલી નાઘેર અને વેટલેન્ડ તરીકે સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત એવા કોડીનાર શહેર અને તાલુકાના લોકો આ સમય દરમિયાન પક્ષીઓની પાંખો સલામત રહે તેના માટે પોતાના પતંગ ચગાવવાના શોખની પાંખો કાપીને પ્રકૃતિનું જતન કરી રહ્યા છે.
શોખની પાંખો કાપવામાં આવીકોડીનાર શહેર અને તાલુકાના લોકોએ પ્રકૃતિનું જતન થાય તે માટે પોતાના શોખની પાંખો કાપવાનું વધુ મુનશીબ માન્યું છે. સમગ્ર વિશ્વ માટે રાહ ચીંધનાર કોડીનાર તાલુકો પક્ષીઓની પાંખો અને તેની જીવનની દોર સલામત રહે તે માટે પતંગ ચગાવવાના શોખની પાંખો કાપીને પ્રકૃતિનું જતન કરવાનું અનુકરણીય દ્રષ્ટાંત પૂરું પાડે છે. મકરસંક્રાંતિના દિવસે દરમિયાન કોડીનારમાં પતંગ ચગાવવાને લઈને કોઈપણ પ્રકારનો ઉત્સાહ જોવા મળતો નથી. ગુજરાતના શહેરો અને ગગન મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન રંગબેરંગી પતંગોથી છવાઈ જતા હોય છે, ત્યારે કોડીનારનું આકાશ બિલકુલ દુધિયા કલરનું જોવા મળે છે. તેની પાછળનો ઉદ્દેશ્ય પ્રકૃતિનું જતન થાય તે માટે તાલુકાના લોકો પોતાના શોખની પાંખો કાપી રહ્યા છે.
વેટલેન્ડને કારણે યાયાવર પક્ષીઓનો જમાવડોકોડીનાર તાલુકાની લીલી નાઘેર તરીકે ઓળખવામાં આવે છે, અહીં દરિયો અને નદી સપ્રમાણ જોવા મળે છે. જેને કારણે આ વિસ્તારમાં કાદવ વાળી જમીન ઠેરઠેર જોવા મળે છે. આવી કાદવ યુક્ત જમીનમાં ઈંડા મુકતા યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન બનતી હોય છે. આ સમય દરમિયાન પક્ષીઓ હજારો કિલોમીટરનું લાંબુ અંતર કાપીને યુરોપ રસિયા અને અન્ય દેશોમાંથી અહીં આવતા હોય છે, ત્યારે આ સમય દરમિયાન પતંગનો તહેવાર પણ આવે છે, પરંતુ તાલુકાના લોકો પક્ષીઓને કોઈપણ પ્રકારનું નુકસાન થાય તેવું ઇચ્છતા નથી જેને કારણે તેઓ જાન્યુઆરી મહિનામાં પતંગ ચગાવવાથી દૂર રહે છે.
આ પણ વાંચોFilm Actors at Ahmedabad Uttarayan 2023 : ગુજરાતી ફિલ્મના કલાકારો અમદાવાદની પોળમાં, પતંગની ખૂબ લૂંટી મજા
કોડીનાર શહેરમાં ભાદરવા મહિનામાં ઉડે છે પતંગકોડીનાર શહેર અને તાલુકામાં ભાદરવા મહિનામાં પતંગ ચગાવવાનો વિશેષ મહત્વ હોય છે. દરિયાકાંઠાના શહેરોમાં ભાદરવા મહિનામાં પતંગ ચગાવવાને લઈને પતંગ રસીકોમાં વિશેષ ઉત્સાહ અને થનગનાટ જોવા મળે છે. વધુમાં ભાદરવા મહિનાના પ્રત્યેક રવિવારે આ પંથકમાં પતંગ ચગાવવાની એક વિશેષ પરંપરા છે. જે આ પંથકને બધાથી અલગ બનાવે છે અને સાથે સાથે આ પંથક પક્ષીઓના રખેવાળ પંથક તરીકે પણ હવે પ્રસ્થાપિત થઈ રહ્યો છે.
આ પણ વાંચોસફેદ રણમાં બોલીવૂડ પ્રમોશન, કાર્તિક આર્યન તારીખ 14મીના કચ્છના રણમાં પતંગ ઉડાડી કરશે ફિલ્મ શેહઝાદાનું પ્રમોશન
ખેડૂતો પક્ષી પ્રેમીઓદુદાણા ગામના ખેડૂત દિલીપ બારડે પોતાનો મત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભાદરવા મહિનામાં પક્ષીઓ માટે ખેડૂતોના ખેતર ખોરાક અને માળા બાંધવાને લઈને એકદમ આદર્શ હોય છે, પરંતુ જાન્યુઆરી મહિનામાં પતંગ ચગાવવાને કારણે યાયાવર પક્ષીઓને જે મુશ્કેલીઓ ઊભી થાય છે. તેને કારણે સમગ્ર તાલુકાનું ખેડૂત પક્ષીઓની ચિંતા કરીને જાન્યુઆરી મહિનામાં પતંગ ચગાવવાનું ટાળી રહ્યા છે. તો બીજી જીગ્નેશ મોરીએ જણાવ્યું હતું કે, કોડીનાર પંથકનો વેટલેન્ડ વિસ્તાર યુરોપ અને રશિયાના પક્ષીઓ માટે આશીર્વાદ સમાન બને છે. આ સમયે યુરોપનું તાપમાન માઇનસ 30થી 40 ડિગ્રી સુધી પહોંચે છે જેને કારણે પક્ષીઓ ઈંડા મુકવામાં અશફળ રહે છે, ત્યારે કોડીનાર પંથકમાં આવેલી કાદવ વાળી જમીન યુરોપ અને રશિયાથી આવેલા પક્ષીઓ માટે ખૂબ જ અનુકૂળતા ઉભી કરે છે. વધુમાં આ વિસ્તારની આબોહવા અને પક્ષીઓના ખોરાકને લઈને પણ તમામ શક્યતાઓ જોવા મળે છે. જેને કારણે વિદેશી પક્ષીઓ આ સમય દરમિયાન કોડીનાર તરફ આવતા હોય છે. જેને કારણે આ વિસ્તારના લોકો આ સમયે પતંગ ઉડાડવાનું ટાળી રહ્યા છે.