રાજ્યમાં પતંગ ઉદ્યોગનું હબ ગણાતુ નડીયાદ ખેડા : જિલ્લાનું નડિયાદ શહેર આઝાદીકાળથી પતંગ બનાવવાના વ્યવસાયમાં જાણીતું છે. શહેરના ગાજીપુરવાડા વિસ્તારમાં પતંગ બનાવવાના ઘરે ઘરે કારખાના અને ગૃહ ઉદ્યોગો ધમધમી રહ્યા છે. જે નડિયાદને પતંગ ઉદ્યોગનું હબ બનાવે છે. સમગ્ર ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં નડીયાદમાં બનાવાયેલા પતંગો ઉડાવાય છે.
1000 ઉપરાંત કારીગરોને રોજગારી 100 જેટલા કારખાનામાં 1000 ઉપરાંત કારીગરોને રોજગારી નડિયાદ શહેરમાં લગભગ 100 જેટલા પતંગના કારખાના આવેલા છે. જ્યાં વિવિધ પ્રકારના અલગ અલગ પતંગ બનાવાય છે. આ કારખાના હજાર ઉપરાંત કારીગરો માટે રોજગારીનું માધ્યમ છે. પતંગ બનાવવાના કારખાનામાં કમાન કાપવાથી માંડી પેપર સ્ટીકર ચોટાડવા જેવી અલગ અલગ વ્યક્તિઓ કામગીરી કરતા હોય છે. કારીગરોને તેમની પતંગ બનાવવાની મંજૂરી નંગ પર આપવામાં આવતી હોય છે.
આ પણ વાંચોવિદેશીઓ પણ બોલ્યા 'કાઈપો છે', 16 દેશના પતંગબાજોની પતંગોથી રંગાયું સફેદ રણનું આકાશ
રોજની બે લાખ પતંગો બનાવાય છે60 જેટલા મુખ્ય કારખાના તેમજ અન્ય ઘરે ઘરેથી બનાવાતી પતંગો મળી રોજની અંદાજે કુલ બે લાખ જેટલી પતંગો બનાવવામાં આવે છે. કાગળ કટિંગ, વાંસની સળી લગાવવી, કાગળ ચોંટાડવા સહિતની કામગીરી કરી ચારથી પાંચ કારીગરો મળી એક પતંગ બનાવે છે. પતંગ બનાવવાની કામગીરી ઉતરાયણ બાદ થોડા દિવસ માટે બંધ રહે છે. બાદમાં આખું વર્ષ પતંગ બનાવવાની કામગીરી ચાલતી રહે છે.
આ પણ વાંચોસફેદ રણમાં બોલીવૂડ પ્રમોશન, કાર્તિક આર્યન તારીખ 14મીના કચ્છના રણમાં પતંગ ઉડાડી કરશે ફિલ્મ શેહઝાદાનું પ્રમોશન
સમગ્ર ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં માંગનડીયાદમાં બનાવાતી પતંગોની સમગ્ર ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ભારે માંગ રહે છે. આ પતંગ બનાવવાના ઠઠ્ઠા કમાન કલકત્તામાંથી મંગાવવામાં આવે છે. જ્યારે પતંગ બનાવવાના કાગળ દિલ્હી, કલકત્તા જેવા શહેરોમાંથી ખરીદી કરવામાં આવે છે. સમગ્ર રાજ્યમાંથી વેપારીઓ નડિયાદમાંથી પતંગની ખરીદી કરતા હોય છે. પતંગોમાં જુદા જુદા રંગ, ડીઝાઈનો હોય છે. ફરાચીલ, સફેદ ચિલ, રંગીન પત્તાચીલ, કાટદાર પ્લાસ્ટિક જેવી વિવિધ પ્રકારની પતંગોની ભારે માંગ રહે છે. સફેદ ચિલ પતંગ એ નડીયાદની ખાસિયત છે. જેની કાયમ ભારે માંગ રહે છે. આ વર્ષે સૌથી લોકપ્રિય વડાપ્રધાન મોદીની પતંગ સાથે પુષ્પાની પતંગો માર્કેટમાં જોવા મળે છે. જોકે આ વર્ષે ઘરાકીમાં થોડો ફરક પડ્યો હોવાનું આ કારખાનદારો જણાવી રહ્યા છે. (Makar Sankranti 2023)