ખેડા:કોરોના મહામારીને પગલે લોકડાઉનના કપરા સમયમાં નડિયાદ તાલુકાના વલેટવા ગામના મનકામેશ્વર મંદિર દ્વારા જરૂરિયાતમંદને ગામેગામ ફરી ભોજન સેવા પૂરી પાડવામાં આવી રહી છે. લોકડાઉનના સમગ્ર સમયગાળા દરમિયાન મંદિર દ્વારા નિ:શુલ્ક ભોજન બનાવી શ્રમિક અને ગરીબ જરૂરિયાતમંદોને ગામેગામ ઘેરઘેર જઈ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ભૂખ્યાંને ભોજનનો ધર્મ પાળતું ખેડાનું મહાદેવ મંદિર, જરૂરતમંદોને અવિરત ભોજન સેવા - નડિયાદ
ખેડાના વલેટવા ગામ ખાતે આવેલા મનકામેશ્વર મહાદેવ મંદિર તરફથી લોકડાઉનના સમગ્ર સમયગાળા દરમિયાન ગામોમાં જઈ જરૂરિયાતમંદ લોકોને સતત ભોજન સેવા આપવામાં આવી રહી છે.
ભૂખ્યાંને ભોજનનો ધર્મ પાળતું ખેડાનું મહાદેવ મંદિર, જરૂરતમંદોને અવિરત ભોજન સેવા
આ સેવાકીય પ્રવૃત્તિને ગ્રામજનો દ્વારા બિરદાવવામાં આવી રહી છે. ઘેરઘેર ભોજન ઉપલબ્ધ કરાવી મનકામેશ્વર મહાદેવ મંદિર પરિવાર દ્વારા સામાજિક જવાબદારી નિભાવી જનસેવા એ જ પ્રભુસેવાની ભાવનાને સાર્થક કરવામાં આવી રહી છે.