ગુજરાત

gujarat

ETV Bharat / state

પવિત્ર શ્રાવણ માસમાં વડતાલધામમાં મહાદેવને 12600 બીલીપત્રો અર્પણ થશે

ખેડાઃ વડતાલધામને આંગણે અનોખું ભક્તિપર્વ શંકર ભગવાને રોજ 12,600 બીલીપત્રો અને હરિકૃષ્ણ મહારાજને રોજ 11,000 તુલસીપત્રો અર્પણ થશે. વડતાલધામમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજથી 2 ઓગસ્ટ શુક્રવારથી આ અનોખો ભક્તિપર્વનો આરંભ થયો છે.

વડતાલધામ ખાતે પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવને રોજ 12600 બીલીપત્રો થશે અર્પણ

By

Published : Aug 2, 2019, 3:20 PM IST

વડતાલમાં હરિએ જાતે પોતે પોતાના હસ્તે આજથી પોણા બસો વર્ષ પૂર્વે વડતાલ મંદિરના દ્વારે વિઘ્નેશ ગણપતિ સાથે શિવની મૂર્તિની સ્થાપના કરી હતી. ભગવાન સ્વામિનારાયણે પોતાના અનુયાયીઓને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે, દર વર્ષે શ્રાવણ માસમાં બીલીપત્રથી મહાદેવનું અર્ચન પૂજન કરવું.

શ્રાવણ માસના પ્રારંભથી હરિકૃષ્ણ મહારાજને રોજના 11,000 તુલસીપત્રો અર્પણ થશે. જ્યારે પ્રસાદીના મહાદેવને રોજના 12,600 બીલીપત્રો ચઢાવવામાં આવશે. શ્રાવણ પૂર્ણાન્તે 4 લાખ બીલીપત્રો અર્પણ થશે.જેની મંદિરના પૂજારી અને પુરોહિત ધીરેન ભટ્ટ મંત્રોચ્ચાર સાથે વિધિ કરાવી હતી.જે સાથે આજથી મંદિર મંત્રનાદથી ગુંજી ઉઠ્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details