નડિયાદ: કોરોના મહામારી સામે લડવામાં પોલીસ, આરોગ્ય કર્મચારી અને સફાઈ કર્મચારી જેવા કોરોના વોરિયર્સ મહત્વની પાયાની ભૂમિકા નિભાવી રહ્યાં છે. ત્યારે આ કોરોના વોરિયર્સનો જુસ્સો ટકાવી રાખવા તેમ જ તેમને સહાયરૂપ થવા, તેમનું સન્માન કરવા તેમ જ તેમનું રક્ષણ થાય તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા કોરોના વોરિયર્સને અનેક રીતે સહાય કરવામાં આવી રહી છે.
એલઆઈસી દ્વારા નડિયાદમાં કોરોના વોરિયર્સને માસ્ક, ટોપી અને સેનેટાઈઝર અર્પણ - સેનિટાઈઝર
કોરોના મહામારીએ કહેર વર્તાવ્યો છે. ત્યારે કોરોના વાઇરસ સામેની લડતમાં કોરોના વોરિયર્સ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યાં છે. આવા કોરોના વોરિયર્સને નડિયાદ ખાતે એલ.આઇ.સી. ઓફ ઇન્ડિયા નડિયાદ ડિવિઝન દ્વારા માસ્ક, ટોપી અને સેનેટાઈઝર અર્પણ કરવામાં આવ્યાં હતાં.
એલઆઈસી દ્વારા નડીયાદમાં કોરોના વોરિયર્સને માસ્ક, ટોપી અને સેનેટાઈઝર અર્પણ
નડિયાદ ખાતે એલ.આઇ.સી. ઓફ ઇન્ડિયા નડિયાદ ડિવિઝન દ્વારા ખેડા જિલ્લા પોલીસ અને નડિયાદ નગરપાલિકાના કોરોના વોરિયર્સને માસ્ક, ટોપી અને સેનેટાઈઝર અર્પણ કરવામાં આવ્યાં હતાં.