વિશ્વમાં વધતી વસ્તી એક વૈશ્વિક સમસ્યા બની રહી છે ત્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે અસરકારક પગલાંના ભાગરૂપે 11મી જુલાઈને વિશ્વ વસ્તી દિવસ તરીકે નિર્ધારિત કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ ખેડા જીલ્લા પંચાયત,નડિયાદ તથા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,જીલ્લા ન્યાયાલય,નડિયાદના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
નડિયાદમાં વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ
નડિયાદઃ વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે નડિયાદ ખાતે ખેડા જીલ્લા આરોગ્ય વિભાગ અને જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લક્ષિત દંપતી સેમિનાર તેમજ કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં વિશ્વ વસ્તી દિવસ ઉજવણીનો હેતુ તેમજ સરકાર દ્વારા કરવામાં આવતી અસરકારક કામગીરી અંગે,વસ્તી સમસ્યા તેની સામાજિક અસરો તથા તેના નિરાકરણ અંગે,રાષ્ટ્રીય પરિવાર કલ્યાણ કાર્યક્ર્મની યોજનાકીય માહિતી તેના વિવિધ લાભ અને રચનાત્મક સામાજિક અસર વિશે,મફત અને સક્ષમ કાનૂની સલાહ-સહાય વગેરે અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.તેમજ કુટુંબ નિયોજનને લગતા બેનર-પોસ્ટરનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં અધિકારીઓ,કર્મચારીઓ સહીત લક્ષિત અને લાયક દંપતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.