નડિયાદમાં ગુમ થયેલી બાળાનો ખેડા LCBએ પરિવાર સાથે કરાવ્યો મેળાપ - vapi
નડિયાદ: બસ સ્ટેશન વિસ્તારમાં ખેડા LCB રાત્રીના સમયે પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન બસ સ્ટેશન પાસે રોડ પર એકલી ઉભેલી એક બાળા નજરે પડી હતી. રાત્રી દરમિયાન સુમસાન રોડ પર ઉભેલી બાળાને જોઈને પોલીસે તેની પૂછપરછ કરી હતી. જેમાં તે વાપીની હોવાનું અને પરિવારથી વિખુટી પડી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ પોતાનું નામ અંજલિ નાનુ પટેલ હોવાનું જણાવ્યું હતું. જો કે, બાળા વાપીથી અહીં કેવી રીતે આવી તે અંગે તેણે કંઈપણ કહ્યું નહોતું. પોલીસે વાપીથી તેના પરિવારજનોને બોલાવી બહેન બનેવીને સોંપી હતી.
સ્પોટ ફોટો
મહત્વનું છે કે ગુમ થયેલા બાળકો સાથે અત્યાચારના અનેક બનાવો બની રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે ખેડા LCB દ્વારા સતર્કતા દાખવી પરિવારથી વિખુટી પડેલી બાળાનો પરિવારજનો સાથે મેળાપ કરાવી સેવા, સુરક્ષા અને શાંતિના સૂત્રને સાર્થક કરતી ઉમદા કામગીરી કરવામાં આવી છે.