ગુજરાત

gujarat

ETV Bharat / state

કપડવંજમાં BOB દ્વારા એટીએમ મોબાઈલ વાનનો પ્રારંભ - કોરોના વાઇરસ

ખેડાના કપડવંજમાં બેન્ક ઓફ બરોડા દ્વારા એટીએમ મોબાઈલ વાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મોબાઇલ વાનનો પ્રસ્થાન કપડવંજના પ્રાંત અધિકારી કરાવવામાં આવ્યું હતું.

etv bharat
ખેડા: બેંક ઓફ બરોડા કપડવંજ દ્વારા એટીએમ મોબાઈલ વાનનો પ્રારંભ

By

Published : May 6, 2020, 11:00 PM IST

ખેડા: કપડવંજમાં બેન્ક ઓફ બરોડા દ્વારા એટીએમ મોબાઈલ વાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મોબાઇલ વાનનો પ્રસ્થાન કપડવંજના પ્રાંત અધિકારી કરાવવામાં આવ્યું હતું.

ખેડા: બેંક ઓફ બરોડા કપડવંજ દ્વારા એટીએમ મોબાઈલ વાનનો પ્રારંભ

આ પ્રસંગે કપડવંજ નગર સેવાસદનના પ્રમુખ પંકજભાઈ પટેલ ઉર્ફે બાપુ તેમજ મુખ્ય અમલદાર બી.એન.મોડ, બેન્કના શાખા પ્રબંધક સંજય રાય વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કપડવંજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બેન્કના ગ્રાહકોને નાણાંકીય લેવડદેવડ તેમજ અન્ય બેન્કિંગ કાર્યવાહી માટે મુશ્કેલી ના પડે અને કપડવંજ આવવું ના પડે તે માટે આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

કપડવંજ તાલુકાના લગભગ 48 ઉપરાંત ગામડાઓનો પ્રવાસ કરીને આ મોબાઇલ વાન દ્વારા એટીએમ તેમજ અન્ય બેન્કિંગ કામકાજ માટે વહીવટી સરળતા રહે તે માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details