નડીયાદઃ શહેર તેમજ આસપાસના વિસ્તારો સહિત ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. બે દિવસથી ધીમીધારે વરસાદનું આગમન થયું છે. ભારે ઉકળાટ બાદ ચોમાસું માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘમહેર થતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, જાણો જિલ્લાના વરસાદના આંકડા
ખેડા જિલ્લામાં ધીમીધારે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લામાં છેલ્લા બે દિવસથી ચોમાસાનો માહોલ જામી રહ્યો છે. જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં હળવો વરસાદ થયો છે. વરસાદી વાતાવરણ જામતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, જાણો જિલ્લાના વરસાદના આંકડા
જો કે હળવો વરસાદ થયો છે. પરંતુ ચોમાસું માહોલ જામતા નજીકના દિવસોમાં હવે ડાંગર રોપી શકાય તેવો વરસાદ થવાની ધરતીપુત્રોને આશા બંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં ખેડા જિલ્લામાં કુલ 181 mm વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં વરસાદની વાત કરીએ તો...
- કઠલાલમાં 04 mm
- કપડવંજમાં 02 mm
- ખેડામાં 37 mm
- ગળતેશ્વરમાં 21 mm
- ઠાસરામાં 16 mm
- નડીયાદમાં 22 mm
- મહુધામાં 07 mm
- મહેમદાવાદમાં 14 mm
- માતરમાં 31 mm
- વસોમાં 07 mm
સમગ્ર જિલ્લામાં વરસાદ નોંધાયો છે. ખેડા જિલ્લામાં સૌથી વધુ વરસાદ માતર અને ખેડામાં નોંધાયો છે.